ગાંભોઈની ચકચારી ઘટનામાં બાળકીના માતા-પિતાની ધરપકડ, અમાનવીય કૃત્યનો થશે પર્દાફાશ

ગાંધીનગરના માણસા રહેતા બાળકીના માતાપિતા છેલ્લા 15 દિવસથી સાસરી ગાંભોઈ આવ્યા હતા. જ્યાં માતા-પિતાએ પોતાની દિકરીને ગાંભોઈના ખેતરમાં દાટી હતી. ગુરૂવારે ગાંભોઈમાં GEBની ટીમને ખેતરમાં દાટેલી બાળકી મળી હતી.

ગાંભોઈની ચકચારી ઘટનામાં બાળકીના માતા-પિતાની ધરપકડ, અમાનવીય કૃત્યનો થશે પર્દાફાશ

શૈલેષ ચૌહાણ/હિંમતનગર: હિંમતનગરના ગાંભોઇમાં ચકચારી ઘટનાને રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. ગુરૂવારે ગાંભોઈમાં જીઇબી પાસે ખેતરમાં નવજાત બાળકી દાટેલી મળી આવી હતી અને તેના પગ હલતા હોવાથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા GEBના કર્મચારીઓએ ખેતરમાં પહોંચી બાળકીને બહાર કાઢી હતી. 108 એમ્બ્યુલન્સની મારફતે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. હાલમાં નવજાત બાળકીની હિંમતનગર સિવિલમા સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બાળકીના માતા-પિતાની ગુરૂવારે રાત્રે ધરપકડ કરી લીધી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગરના ગાંભોઈમાં હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલન ચલન જોવા મળ્યું હતું. ત્યારબાદ તેણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારબાદ ખેતરમાં ખોડો ખોદતા જમીનમાંથી જીવિત નવજાત બાળકી મળી આવી હતી. જીવિત નવજાત શિશુને 108 મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. આ ઘટનાની જાણ થતાં ગાંભોઇ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ખેતરમાં પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હોસ્પિટલમાં નવજાત બાળકીને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું. બીજી બાજુ બાળકીના બચાવ કાર્યમાં 108ના ડ્રાઈવરના અર્થાંગ પ્રયાસો કરી બાળકીનો જીવ બચાવ્યો હતો. પોલીસે બાળકીના માતા પિતાની ભિલોડાના નંદાસણ ગામથી તેમની ધરપકડ કરી લીધી છે. 

મળતી માહિતી મુજબ ગાંધીનગરના માણસા રહેતા બાળકીના માતાપિતા છેલ્લા 15 દિવસથી સાસરી ગાંભોઈ આવ્યા હતા. જ્યાં માતા-પિતાએ પોતાની દિકરીને ગાંભોઈના ખેતરમાં દાટી હતી. ગુરૂવારે ગાંભોઈમાં GEBની ટીમને ખેતરમાં દાટેલી બાળકી મળી હતી. નવજાત બાળકીના પગ હલતા જોવા મળતા ખેત મજૂરે પોલીસને જાણ કરી હતી. GEBના કર્મચારીએ બાળકીને જમીનમાંથી બહાર કાઢી હતી. ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ત્યારે હવે બાળકીના માતા-પિતા પકડાતા તેમના અમાનવીય કૃત્યનો પર્દાફાશ થશે.

એક તરફ આપણે દીકરીઓની ઘટનો સામનો કરી રહ્યા છીએ અને તેમ છતાં દીકરીઓને હંમેશાં તિરસ્કાર જ કેમ મળે છે? સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરના ગાંભોઈમાં શા માટે એક દીકરીને જીવતી દાટી દેવામાં આવી? માનવતાને લજવતો આ કિસ્સો આપણને વિચારતા કરી મૂકે તેવો છે. એક સમય હતો જ્યારે દીકરીને દૂધ પીતી કરવામાં આવી હતી. અને હવે જાણે કે ઘોર કળીયુગ શરૂ થયો છે. જીવતે જીવતી દીકરીને દાટી દેવામાં આવી. અભિનંદન એ ખેતમજૂરને આપવા જોઈએ જેણે જમીન હલતી જોઈને લોકોને બોલાવ્યા અને લોકોએ ભેગા થઈને GEBના કર્મચારીઓને જાણ કરી. ધન્યવાદ છે એ લોકોને જેમણે આ દીકરીને બહાર કાઢી અને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. સલામ છે એમને જે 108 એબમ્યુલન્સ લઈને આવ્યા અને તાબડતોબ દીકરીને હૉસ્પિટલમાં લઈ ગયા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news