અમદાવાદમાં વધુ બે ઠગ કંપનીઓ આવી સામે, વિનય શાહ કરતાં પણ મોટું કૌભાંડ હોવાની આશંકા

કંપનીઓ ફિક્સ ડિપોઝીટ-મંથલી સ્કીમ ચલાવતી હતી. એકના ડબલ કરી આપવાના ફિરાકમાં કંપનીઓએ છેતરપિંડી કરી હતી. બે કંપનીનું ઉઠમણું થતા ફરિયાદ નોંધાઇ છે.

અમદાવાદમાં વધુ બે ઠગ કંપનીઓ આવી સામે, વિનય શાહ કરતાં પણ મોટું કૌભાંડ હોવાની આશંકા

અમદાવાદ: અમદાવાદમાં વધુ બે ઠગ કંપનીઓ સામે આવતાં સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે. વિનય શાહ કરતાં પણ મોટું કૌભાંડ હોવાની આશંકા વ્યકત કરાઇ છે. ઉસ્માનપુરાની વધુ બે કંપનીઓ રડારમાં આવી છે. જેમાંની એકનું નામ કીમ ઇન્ફ્રા.એન્ડ ડેવલપર્સ લિમિટેડ છે તો બીજી કંપનીનું નામ હેલ્પ ફાઇનાન્સ લિમિટેડ હોવાની વાત સામે આવી છે. આ બે કંપનીઓ સામે ફરિયાદ નોંધાઇ છે.

કંપનીઓ ફિક્સ ડિપોઝીટ-મંથલી સ્કીમ ચલાવતી હતી. એકના ડબલ કરી આપવાના ફિરાકમાં કંપનીઓએ છેતરપિંડી કરી હતી. બે કંપનીનું ઉઠમણું થતા ફરિયાદ નોંધાઇ છે. તો આ સાથે જ અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે 10 વર્ષથી ઠગ કંપની ચાલતી હતી. ઘટનાને પગલે સંચાલકો ઓફિસે તાળા મારી ફરાર થતાં વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી સઘન તપાસ કરાઇ છે. વધુમાં ભાવનગર અને દિલ્હીમાં આ ઠગ કંપનીએ છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news