મોરબી ડ્રગ્સ કેસ : જેના ઘરે કરોડોના ડ્રગ્સનો જથ્થો છુપાવાયો હતો, તે સમસુદ્દીન કરતો હતો દોરાધાગાની વિધિ
મુન્દ્રા, દ્વારકા બાદ મોરબીમાંથી મળેલા કરોડોના ડ્રગ્સ (drug case) ના જથ્થા બાદ સાબિત થઈ ગયુ કે, ગુજરાત ડ્રગ્સ માટેનું ગેટ વે બન્યું છે. મોરબી (Morbi) ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું. ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન છે. 120 કિલો હેરોઇન પકડાયું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 600 કરોડની કિંમત થાય છે. દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પાકિસ્તાની (Pakistan) ડ્રગ્સ માફિયાઓ ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ શરૂ કર્યો છે. એટલે કે ગુજરાતનો 1600 કિમીનો દરિયો ડ્રગ્સના વેપાર માટે સેફ પેસેજ બન્યો છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :મુન્દ્રા, દ્વારકા બાદ મોરબીમાંથી મળેલા કરોડોના ડ્રગ્સ (drug case) ના જથ્થા બાદ સાબિત થઈ ગયુ કે, ગુજરાત ડ્રગ્સ માટેનું ગેટ વે બન્યું છે. મોરબી (Morbi) ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું. ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન છે. 120 કિલો હેરોઇન પકડાયું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 600 કરોડની કિંમત થાય છે. દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પાકિસ્તાની (Pakistan) ડ્રગ્સ માફિયાઓ ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ શરૂ કર્યો છે. એટલે કે ગુજરાતનો 1600 કિમીનો દરિયો ડ્રગ્સના વેપાર માટે સેફ પેસેજ બન્યો છે.
સલાયાની મોટી ભૂમિકા
ગુજરાતમાં ડ્રગ્સ (gujarat drugs) લાવવા માટે સલાયા બંદરની મોટી ભૂમિકા સામે આવી છે. દ્વારકાથી જે ડ્રગ કન્સાઈનમેન્ટ પકડાયુ હતું તે પણ સલાયાથી છોડાવાયુ હતું. તો મોરબીમાં પકડાયેલુ ડ્રગ્સ પણ સલાયાથી જ છોડાવાયુ હતું. ઝીંઝુડા ગામમાં કોઠા વાળા પીરની દરગાહ પાસે આવેલ સમસુદ્દિન સૈયદના નવા બની રહેલા મકાનમાં છુપાવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જે આખરે પકડાઈ ગયું છે. પરંતુ આ સમગ્ર કેસમાં સમસુદ્દીન સૈયદ નામના યુવકની મોટી ભૂમિકા સામે આવી છે.
આ પણ વાંચો : વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ પરથી જલ્દી પડદો ઉંચકાશે, ક્રાઈમ બ્રાન્ચે 2 શકમંદની અટકાયત કરી
કોણ છે સમસુદ્દીન
મોરબી ડ્રગ્સ કેસમાં સમસુદ્દી સૈયદ, હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા અને ગુલામ હુસૈન નામના ત્રણ આરોપી પકડાયા છે. પાકિસ્તાનથી ઝાહિદ બશિર બ્લોચ પાસે દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં માલની ડિલીવરી મધદરિયેથી લેવામાં આવી હતી. જ્યાંથી માલ લાવીને દ્વારકાના દરિયા કિનારે સંતાડી દેવાયો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં મુખ્તારના કાકાના નવા બની રહેલા ઘરમાં જથ્થો સંતાડયો હતો. ગુલામ અને ઝબ્બાર અવારનવાર દુબઇ જતા હતા. આ કેસમાં પકડાયેલો સમસુદ્દીન ઝીઝુડાનો વતની છે. ગામના સરપંચના કહેવા પ્રમાણે, ગામમાં આરોપી સમસુદ્દીન દોરા ધાગાનું કામ કરતો હતો. સમસુદ્દીનના ઘરે જામનગર, રાજકોટ, વાંકાનેર, મોરબી સહિતના સૌરાષ્ટ્રના સેન્ટરમાંથી લોકો આવતા હતા. સમસુદ્દીન મૂળ બાબરા તાલુકાના મિયાખીજડિયા ગામનો રહેવાસી છે અને છેલ્લા દોઢ વરસથી ઝીંઝુડા ગામે રહેવા માટે આવ્યો હતો. તેના પિતા હુસેનમિયા સૈયદનું કોરોનામાં મોત થતા માતા સાથે ઝીંઝુડા રહેવા આવ્યો હતો. ઝીંઝુડા ગામમાં દોરા ધાગા કરતો હોવાથી અનેક લોકો મળવા આવતા હતા.
આ પણ વાંચો : શોકિંગ ડે અગેઈન : ડાયરીમાં યુવતીએ દુષ્કર્મની જે આપવીતી લખી તે વાંચીને તમારું દિલ પણ રડી પડશે
પાકિસ્તાનના ઈરાદા ગુજરાતે નાકામ બનાવ્યા - ગૃહરાજ્યમંત્રી
ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં બે મોટા ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે. એક ઓપરેશનમાં મહારાષ્ટ્રમાં ડ્રગ લઈ જવાનું હતું, તેના બાદ ગુજરાત એટીએસ દ્વારા આજે પંજાબ લઈ જવાનુ હતુ તે પહેલા પકડાયુ છે. આ શ્રેય પોલીસની ટીમને જાય છે. પાકિસ્તાન દ્વારા અલગ અલગ રેકેટ ચલાવાય છે. તે અલગ અલગ દેશોમાં આ રીતે કન્સાઈનમેન્ટ મોકલતુ રહે છે. પણ ગુજરાત પોલીસે પાકિસ્તાનની આ હરકતને નાકામ બનાવી છે. પાકિસ્તાને બે મહિનામાં મોકલેલ ત્રણ કન્સાઈનમેન્ટને ગુજરાત પોલીસે પકડી પાડ્યું છે. પાકિસ્તાન પાસે આર્થિક સ્ત્રોત ન હોવાને કારણે ડ્રગ્સ વેચવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ગુજરાત પોલીસે 800 કરોડનું આર્થિક નુકસાન ડ્રગના વેપારીઓને આપ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે