બીજી મોટી કરૂણાંતિકા: જાણો મોરબીમાં કેવી રીતે તૂટ્યો ઝુલતો બ્રિજ? સામે આવ્યું મોટું તથ્ય
હાલ દરેકના મનમાં એક સવાલ ઉભો થાય છે કે મોરબીમાં ઝુલતો પુલ કેવી રીતે તૂટ્યો? આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, હાલ દિવાળીનો તહેવાર અને રવિવારની રજાઓ હોવાથી અનેક લોકો રજાઓ માણવા અહીં આવ્યા હતા.
Trending Photos
મોરબી: મોરબી માટે આજનો દિવસ ફરી ગોઝારો બની ગયો છે. 43 વર્ષ બાદ આજે ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજે બનેલી ઘટનામાં પુલ તૂટી જતા અનેક લોકો મચ્છુ નદીમાં પટકાયા હતા. જેમાં 30થી વધુ લોકો આ કરૂણાંતિકામાં મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે, હજું મૃત્યુંઆંક વધી શકે છે. બીજી બાજુ નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. 500થી વધુ લોકો આ દુર્ઘટનામાં નદીમાં પટકાયા છે.
હાલ દરેકના મનમાં એક સવાલ ઉભો થાય છે કે મોરબીમાં ઝુલતો પુલ કેવી રીતે તૂટ્યો? આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, હાલ દિવાળીનો તહેવાર અને રવિવારની રજાઓ હોવાથી અનેક લોકો રજાઓ માણવા અહીં આવ્યા હતા. આ બ્રિજ પર આજે આશરે 500થી વધુ લોકો સવાર હતા. ત્યારે બ્રિજ પર કેપેસિટી કરતા વધારે લોકો ભેગા થવાથી આ દુર્ઘટના સર્જાઈ હોય એમ લાગે છે. એક ગણતરી પ્રમાણે એક વ્યક્તિનું સરેરાશ 60 કિલો વજન ધ્યાનમાં રાખીએ તો બ્રિજ પર જે-તે સમયે 30 હજાર કિલો એટલે કે 30 ટનથી વધુ વજન હોવાનું અનુમાન લગાવી શકાય છે. પરંતુ વાસ્તાવિકતામાં બ્રિદ મહત્તમ 100 લોકોનું વજન ઝીલી શકે એટલી કેપેસિટી હોવાનું સરકારના જાણકાર અધિકારીઓ જણાવી રહ્યા છે. જેના કારણે બ્રિજ પર કેપિસિટી કરતા વધારે વજન થતાં બ્રિજના કટકા થઈ ગયા હતા.
ચીફ ઓફિસ સંદિપસિંહ ઝાલાનો મોટો ઘટસ્ફોટ
મોરબી પાલિકાના ચીફ ઓફિસર સાથે ઝી 24 કલાકે વાત કરી હતી. ત્યારે નગર પાલિકાના ચીફ ઓફિસ સંદિપસિંહ ઝાલાનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમને જાણ કર્યા વગર પુલ ખુલ્લો મુકી દેવાયો હતો. ફિટનેસ સર્ટિફિકેટ વગર જ પુલ શરૂ કરી દીધો હતો. મંજૂરી વગર જ દિવાળીના તહેવારોમાં પુલ શરૂ કરી દીધો હતો. આ બ્રિજનું મેઈન્ટેનન્સ કરી અને લોકોના મનોરંજન માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ બ્રિજ જૂની ડિઝાઈનનો હતો.
મોરબીના આ ઝુલતા બ્રિજનું સંચાલન નગર પાલિકા કરે છે અને નગર પાલિકાનું સંચાલન શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે. ત્યારે શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા કહી રહ્યાં છે કે, મને તો આ દુર્ઘટના વિશે કંઈ ખબર જ નથી. અમારા મંત્રી બ્રિજેશ મેરજા બધી કામગીરી સંભાળી રહ્યા છે તેમ છતાં બે દિવસ પછી આખીયે ઘટના અંગે માહિતી આપીશું.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરાયો
મોરબીનો ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં 10થી વધારે ડોક્ટરોને સ્ટેન્ડ બાયનો આદેશ અપાયો છે. રાજકોટનું જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસ જવાનો અને રેવન્યૂ સ્ટાફને પણ મોરબી જવાનો આદેશ અપાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે