ઝુલતો બ્રિજ તૂટ્યો તે પહેલાનો કથિત VIDEO વાયરલ, ક્યાં ખબર હતી કે આ છેલ્લો દિવસ હશે!
મોરબીમાં ઝુલતા બ્રિજ પર આજે રવિવારનો તહેવાર હોવાથી અનેક લોકો રજાઓ માણવા અહીં આવ્યા હતા, જેમાં લોકો પુલ પર મોજ-મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. લોકો સેલ્ફી લઈ રહ્યા છે. તેટલું જ નહીં, કેટલાંક યુવાનો પુલને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યુ છે
Trending Photos
મોરબી: 43 વર્ષ બાદ આજે ફરી મોરબીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 50થી વધુ લોકો આ કરૂણાંતિકામાં મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે, હજું મૃત્યુંઆંક વધી શકે છે. બીજી બાજુ નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. 500થી વધુ લોકો આ દુર્ઘટનામાં નદીમાં પટકાયા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઝૂલતો પુલ તૂટ્યો એ પહેલાંના દૃશ્યોનો એક કથિત વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયોને ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી.
મોરબીમાં ઝુલતા બ્રિજ પર આજે રવિવારનો તહેવાર હોવાથી અનેક લોકો રજાઓ માણવા અહીં આવ્યા હતા, જેમાં લોકો પુલ પર મોજ-મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. લોકો સેલ્ફી લઈ રહ્યા છે. તેટલું જ નહીં, કેટલાંક યુવાનો પુલને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, પુલ પર મોટા પ્રમાણમાં લોકો જોવા મળી રહ્યા છે.
ઝુલતો બ્રિજ તૂટ્યો તે પહેલાનો કથિત VIDEO વાયરલ, ક્યાં ખબર હતી કે આ છેલ્લો દિવસ હશે!#MorbiBridge #MorbiGujarat #MorbiNews pic.twitter.com/eBfdPq7JNV
— Zee 24 Kalak (@Zee24Kalak) October 30, 2022
હાલ દરેકના મનમાં એક સવાલ ઉભો થાય છે કે મોરબીમાં ઝુલતો પુલ કેવી રીતે તૂટ્યો? આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, હાલ દિવાળીનો તહેવાર અને રવિવારની રજાઓ હોવાથી અનેક લોકો રજાઓ માણવા અહીં આવ્યા હતા. આ બ્રિજ પર આજે આશરે 500થી વધુ લોકો સવાર હતા. ત્યારે બ્રિજ પર કેપેસિટી કરતા વધારે લોકો ભેગા થવાથી આ દુર્ઘટના સર્જાઈ હોય એમ લાગે છે.
એક ગણતરી પ્રમાણે એક વ્યક્તિનું સરેરાશ 60 કિલો વજન ધ્યાનમાં રાખીએ તો બ્રિજ પર જે-તે સમયે 30 હજાર કિલો એટલે કે 30 ટનથી વધુ વજન હોવાનું અનુમાન લગાવી શકાય છે. પરંતુ વાસ્તાવિકતામાં બ્રિદ મહત્તમ 100 લોકોનું વજન ઝીલી શકે એટલી કેપેસિટી હોવાનું સરકારના જાણકાર અધિકારીઓ જણાવી રહ્યા છે. જેના કારણે બ્રિજ પર કેપિસિટી કરતા વધારે વજન થતાં બ્રિજના કટકા થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ 40થી વધુ માસૂમ બાળકોનાં મોત થયા હોવાની સત્તાવાર માહિતી સામે આવી છે. પુલ તૂટતાં જ લોકો કેબલ પર લટકાઈ ગયા હતા અને કેટલાંક લોકો પાણીમાં તરીને જીવ બચાવવા માટે તરફડીયા મારી રહ્યા હતા. તેટલું જ નહીં, વીડિયોમાં પણ જોઈ શકાય છે કે, કેટલાંય લોકો એકબીજાના હાથ-પગ પકડીને એકબીજાને બચાવવા માટે મથી રહ્યા હતા.
આ ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યુ હતુ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાં લોકોને નદીમાંથી કાઢીને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે