લદ્દાખને કાશ્મીરમાંથી છૂટ્ટા કર્યા બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દમણ-દીવ-દાદરાનગર હવેલી એકમાં ભળી જશે
Trending Photos
અમદાવાદ :ટૂંક સમયમાં જ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ (Daman) અને દીવ (Diu) , દાદરા અને નગર હવેલી (dadra and nagar haveli) એકમાં ભળી જશે. આ અસરનું બિલ આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે તેવું કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલે જણાવ્યું છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ (Union territories) દાદરા અને નગર હવેલી, તેમજ દીવ, દમણને મર્જ (merger) કરવાનો તખ્તો ઘડાયો છે. આગામી સપ્તાહે લોકસભા (LokSabha) માં બિલ રજૂ કરાશે.
Union territories of Daman and Diu, Dadra and Nagar Haveli will be merged into one; bill to this effect will be tabled in #Parliament next week: Union Minister Arjun Meghwal in #LokSabha
— Press Trust of India (@PTI_News) November 22, 2019
મોદી સરકાર હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરાનગર હવેલીને મર્જ કરીને એક કરવાની યોજના બનાવી રહી છે. બન્ને પ્રદેશોને મર્જ કરવાનો પ્રસ્તાવ સરકાર આવતા અઠવાડિયે લોકસભામાં રજૂ કરાશે. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે શુક્રવારે આ અંગે માહિતી આપી. જમ્મૂ કાશ્મીરને બે ભાગોમાં વિભાજિત કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ બાદ હવે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. ગુજરાત પાસે દેશના પશ્ચિમ તટ પર સ્થિત બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને મર્જ શ્રેષ્ઠ તંત્ર અને કેટલીક વસ્તુઓના પુનરાવર્તન પર રોક લગાવવામાં સહાયક થશે.
હજુ બંન્ને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે અલગ બજેટ અને સચિવાલય છે, પણ બન્ને વચ્ચે ફક્ત 35 કિલોમીટરનું અંતર છે. દાદરાનગર હવેલી માત્ર એક જિલ્લો છે અને દીવ-દમણમાં માત્ર બે જિલ્લા છે. નવા કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ 'દાદરા, નગર હવેલી, દમણ અને દીવ' હશે. જેનું મુખ્યાલય દીવ-દમણ હોઇ શકે છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે