રાજસ્થાનના નાગૌરમાં ભીષણ સડક દુર્ઘટના, 12ના મોત અને 9 ગંભીર ઘાયલ

મહારાષ્ટ્ર (Maharashtra)ના લાતુર અને સોલાપુરના લોકો 2 મિની બસમાં હરિયાણાના હિસારમાં ધર્મગુરુના દર્શન માટે જઈ રહ્યા હતા

રાજસ્થાનના નાગૌરમાં ભીષણ સડક દુર્ઘટના, 12ના મોત અને 9 ગંભીર ઘાયલ

નવી દિલ્હી : રાજસ્થાન (Rajasthan)ના નાગૌર જિલ્લા (Nagaur)ના કુચામન સિટીમાં શનિવારે વહેલી સવારે ભીષણ દુર્ઘટના બની છે. મેગા હાઇવે પર લગભગ સવારે સવા ત્રણ વાગ્યે થયેલા રોડ એક્સિડન્ટમાં 5 મહિલા અને એક બાળકી સહિત 12 લોકોના મોત થયા છે જ્યારે 9 ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોમાં 5 બાળકો અને 1 મહિલાનો સમાવેશ થાય છે જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર (Maharashtra)ના લાતુર ને સોલાપુરના લોકો 2 મિની બસમાં હરિયાણાના હિસારમાં ધર્મગુરુના દર્શન માટે જઈ રહ્યા હતા. આ બસ કિશનગઢ-હનુમાનગઢ મેગા હાઇવે પર કુચામન સિટી પાસેથી પસાર થઈ તો સામે એક ગાય આવી ગઈ. આ ગાયને બચાવવામાં આ મિની બસ અનિયંત્રીત થઈ ગઈ અને ઝાડ સાથે અથડાઈ ગઈ. આગળની બસના અકસ્માતને કારણે પાછળ આવી રહેલી બસ પણ અકસ્માતનો ભોગ બની. આ એક્સિડન્ટને કારણે પ્રવાસીઓને ભારે ઇજા પહોંચી હતી. આ મામલે પોલીસને સુચના આપવામાં આવી જેના પગલે પોલીસે ઘટનાસ્થળે આવીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે એક્સિડન્ટમાં 5 મહિલા અને એક બાળકી સહિત 12 લોકોના મોત થયા છે જ્યારે 9 ગંભીર રીતે ઘાયલ છે.  આ ઘાયલોમાંથી 9ની હાલત ગંભીર હોવાના કારણે તેમને જયપુર રિફર કરવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news