Dadra and nagar haveli News

દીવ-દમણ અને દાદરાનગર હવેલી થયા એક, લોકસભામાં પસાર થયું બિલ
જમ્મુ-કાશ્મીરને 31 ઓક્ટોબરના રોજ એક જ રાજ્યમાંથી બે કેન્દ્રશાસિત પ્રદેશો (union territory) માં વિભાજિત કરવામાં આવ્યા હતા અને હવે દેશની બે યુનિયિન ટેરિટરીઝને એક કરવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર સરકારે મંગળવારે દેશના પશ્ચિમ હિસ્સામાં વસેલ દમણ (Daman) - દીવ (Diu) અને દાદરાનગર હવેલી (dadra and nagar haveli) ને એક કરીને તેને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું બિલ લોકસભા (LokSabha) માં રજૂ કર્યું. સંસદના બંને સદનોમાંથી આ બિલને મંજૂરી મળ્યા બાદ હવે અસ્તિત્વમાં આવનાર નવા કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ બદલાઈ જશે. કદાચ તેમના નામ દાદર અને નગર હવેલી તથા દમ તથા દીવ હશે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ બિલને ગૃહમાં રજૂ કર્યું હતું. ત્યારે અહીં વર્તમાન પ્રશાસક પ્રફુલ પટેલ પાસે જવાબદારી રહે તેવી શક્યતા છે.
Nov 28,2019, 8:53 AM IST

Trending news