મોબાઈલને તમારો માલિક નહિ, નોકર બનાવો : જૈન સમાજનુ અનોખું અભિયાન, પર્યુષણમાં ગેજેટ્સથી દૂર રહેવાનો ઉપવાસ
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :આથી જૈન સમાજના મહાપર્વ પર્યુષણની શરૂ થઈ છે. આ વર્ષે જૈન સમાજ (Jain samaj) ના યુવાધન દ્વારા અનોખો નિર્ણય કરી અનોખી રીતે ઉપવાસ કરવાનો વિચાર કર્યો છે. જેમાં પર્યુષણ (paryushan 2021) ના ઉપવાસની સાથે ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ સાથે ઈ-ફાસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી સમાજના યુવાધનને ચોક્કસથી ઉમદા રસ્તે વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બેંગલોરથી શરૂ થયુ અનોખું મિશન
જૈન સમાજના ઉપવાસ વિશે તો આપણે બધાએ સાંભળ્યું છે. પરંતુ આ વર્ષે આ સમાજ દ્વારા અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પર્યુષણના પર્વ દરમિયાન સમાજના લોકો સ્વેચ્છાએ પોતાના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ (gadgets) જેમ કે, મોબાઈલ, ટીવી, લેપટોપ, ટેબલેટ સહિતનો સમાવેશ થાય છે, તેનાથી દૂર રહી ઈ-ફાસ્ટીંગ કરશે. જેથી મોબાઈલના ગેરમાર્ગે દોરવાતા યુવાધનને યોગ્ય રાહ આપી પરિવારનું મહત્વ અને સમયનું મહત્વ સમજાવવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. બેંગ્લોરની જૈન સંસ્થા દ્વારા આ અનોખું મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ મિશનની શરૂઆત ‘મોબાઈલ તમારો નોકર છે તેને તમારો માલિક ન બનાવો....’ હેતુ અંતર્ગત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પણ અનેક યુવાનો અનેક પરિવારો સ્વેચ્છાએ જોડાયા છે.
ઈ-ફાસ્ટીંગ કરનારના ખાતામાં પોઈન્ટ જમા થશે
આ વિશે જીતોના ભદ્રેશ શાહ જણાવે છે કે, ગુજરાતમાંથી આ અનોખા મિશન માટે અંદાજે 300 જેટલા રજિસ્ટ્રેશન થયા છે. જેમાં યુવાનોને પરિવાર અને સમયનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરાયો છે. જેમાં 50 દિવસની ચેલેન્જ આપવામાં આવી છે. પરંતુ વ્યક્તિ પોતાની મરજી અને અનુકૂળતા મુજબ ઈ-ફાસ્ટીંગ કરી અને આ અનોખા પ્રયાસમાં જોડાઈ શકે છે. અમદવાદના પણ અનેક યુવાનો તેમાં જોડાયા છે. જે પોતાની મરજી અને અનુકૂળતાથી ઇલેક્ટ્રોનિક ગેજેટથી દૂર રહેશે. જેના માટે તેમને પોઇન્ટ આપવામાં આવી રહ્યા છે. 12 કલાક દૂર રહે તો 12 પોઇન્ટ અમે 9 કલાલના 9 પોઇન્ટ છે. તેમજ 1 પોઇન્ટની કિંમત 1 રૂપિયો નક્કી કરવામાં આવી છે. યંગસ્ટર્સ જેટલા કલાક ગેજેટ્સથી દૂર રહેશે, તેટલા પોઈન્ટ ભેગા થશે અને તેટલા પોઈન્ટનું દાન સંસ્થા દ્વારા કરવામાં આવશે.
જોકે આ અનોખા ઉપવાસમાં જોડાયેલા મોટાભાગના લોકો યુવાન છે, જેમના પરિવારની સતત તેમને લઈ ફરિયાદ રહેતી હતી કે તે મોબાઈલ અને અન્ય ગૅજેટ વધારે પડતા ઉપયોગ કરે છે. પરંતુ સ્વયં ઈ-ફાસ્ટીગમાં જોડાયા બાદ યુવાનોનું કહેવું છે કે તે ફરિયાદ તો દૂર થઈ ગઈ છે. પરિવારની સાથે જ તેમનુ ફોકસ વધ્યું છે. કામમાં એકાગ્રતા આવી છે. જોકે, આ મિશન બાદ પણ ઈ-ફાસ્ટીગ ચાલુ રાખવાનો મોટાભાગના યુવાનો નિર્ણય લઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે