ગુજરાતમાં ગુમ થતા બાળકોનો ચોંકાવનારો આંકડો: અમદાવાદ હજી પણ અવ્વલ
છેલ્લા બે વર્ષમાં 4800થી વધારે બાળકો ગુમ થયા જે પૈકી 1150ની હજી સુધી કોઇ જ ભાળ મળી નથી, પોલીસ વિભાગ ગુમ થનાર બાળકો મુદ્દે નિષ્ક્રિય
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં મહિલાઓની ગેંગ બાળકોની ચોરી કરી રહી હોવાની અફવા ઠેર ઠેર ફેલાઇ રહી છે. ત્યારે રાજ્યમાં ગુ બાળકોનો આંકડો પણ ખુબ જ ચોંકાવનારો છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ 4800 જેટલા બાળકો ગુમ થયા હતા જે પૈકી 1150 બાળકો ગુમ છે. આ આંકડો વિધાનસભામાં ગૃહ વિભાગ દ્વારા જ આપવામાં આવ્યો હતો. તેમાં પણ અમદાવાદ શહેર- જિલ્લામાંથી સૌથી વધારે બાળકો ગુમ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
અમદાવાદ શહેરમાં સૌથી વધારે બાળકો ગુમ
ગુમ થયેલા બાળકોના જિલ્લા અનુસાર આંકડાઓ જોતા જાણવા મળ્યું હતું કે, અમદાવાદ શહેર - જિલ્લામાં સૌથી વધારે 310 બાળકો બે વર્ષથી ગુમ છે. જ્યારે અમદાવાદ ઉપરાંત રાજકોટ, મહેસાણા, સુરત જેવા શહેરોમાં પણ મોટા પ્રમાણમાં બાળકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. ગુમ બાળકોનો આંકડો જોતા કોંગ્રેસ સરકાર પર પ્રહાર પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ બાળકો ગુમ થવાની સંખ્યામાં તો વધારો થયો જ છે સાથે સાથે આ પ્રકારની અફવાઓમાં પણ વધારો થયો છે.
આ અફવાનાં કારણે જ હાલમાં વાડજ ખાતે હાલમાં જ એક મહિલાને માર મારીને મારી નાખવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો કે આ ગૃહ વિભાગની નિષ્ફળતા છે સાથે સાથે રાજ્યમાં હવે પોલીસની કોઇ પણ ધાક નહી રહી હોવાનું સામે આવ્યું છે. માનવ તસ્કરી મુદ્દે સરકારનું કોઇ ધ્યાન નથી. કુલ બાળકોમાં કેટલી દીકરીઓ છે તેની પણ તપાસ કરાવામાં આવે તેવી માંગણી પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે