રાષ્ટ્રપતિ કોવિંદની પુરી મંદિરની યાત્રા દરમિયાન સુરક્ષા ઘેરાને તોડાયો: પોલીસ
મંદિર પ્રબંધ સમિતીની બેઠકના વિવરણમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ ભવનનાં પુજારીઓનાં વ્યવહાર અંગે નારાજગી વ્યક્ત કરી છે
Trending Photos
ભુવનેશ્વર : ઓરિસ્સા પોલીસે ગુરૂવારે કહ્યું કે, પોતાની પત્ની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુરીનાં જગન્નાથ મંદિરની 18 માર્ચની યાત્રા દરમિયાન કેટલાક લોકોએ સુરક્ષા ઘેરો તોડ્યો હતો. મંદિરનાં પુજારીઓએ કથિત દુર્વ્યવહાર અંગે રાષ્ટ્રપતિ ભવનથી કેટલાક પત્રો મળ્યા હોવાની વાતથી રાજ્ય સરકારનાં ઇન્કાર કર્યાનાં એક દિવસ બાદ પુરી પોલીસ અધીક્ષક સાર્થક સારંગીનું નિવેદન આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મીડિયાનાં એક જુથમાં એવા સમાચારો ચાલી રહ્યા છે કે, મંદિર તંત્રને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, મંદિરનાં ગર્ભગૃહની બહાર પુજારીઓને અયોગ્ય વ્યવહાર કર્યો.
બીજી તરફ સારંગીએ કહ્યું કે, રાષ્ટ્રપતિની યાત્રા પહેલા પુરીનાં જિલ્લા કલેક્ટરે તે સુનિશ્ચિત કરવા માટે કહેવાયું હતું કે કોઇ પણ પુજારી કોવિંદ દંપત્તીની નજીક ન જઇ શકે.અથવા કોઇ પુસ્તક પર તેમને હસ્તાક્ષર કરવા માટે અપીલ ન કરવામાં આવે. પોલીસ અધીક્ષકે જણાવ્યું કે, મંદિર તંત્રએ પુજારીઓને આ આદેશની માહિતી આપી હતી. જો કે કેટલાક લોકોએ સુરક્ષા ઘેરાને તોડીને રાષ્ટ્રપતિની નજીક જવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું કે, અમે આ અંગે મંદિર તંત્રને એક અહેવાલ સોંપ્યો છે. જો કે મંદિર પ્રબંધ સમિતીની બેઠક વિવરણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાષ્ટ્રપતિ ભવને પુજારીઓનાં વ્યવહાર અંગે નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ પુજારીઓનાં સંગઠન (સુર મહાસુર નિજોગ)ના પ્રમુખ દામોદર મહાસુરે ગુરૂવારે સિંહદ્વારા પોલીસ સ્ટેશનમાં પુરી કલેક્ટર અરવિંદ અગ્રવાલ અને શ્રી જગન્નાથ મંદિર તંત્રનાં પુર્વ પ્રમુખ પ્રદીપ જેનાની વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરીને આરોપ લગાવ્યો કે તેમમે મંદિરનાં પુજારીઓનું અપમાન કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે