Gujarat Weather Forecast: ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ!

Gujarat Weather Forecast: આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાશે. જેમાં ખાસ કરીને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વિનાશ વેરી શકે છે. થોડા દિવસના વિરામ બાદ હવે ફરી એક વાર ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થશે. 

Gujarat Weather Forecast: ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ!

Gujarat Monsoon 2023: ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય બન્યું છે. ઓગસ્ટમાં ગાયબ થયેલા વરસાદે આખરે સપ્ટેમ્બરમાં દસ્તક આપી છે. જેને કારણે ગુજરાતમાં હરખની હેલી જોવા મળી છે. ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ વચ્ચે હવામાન વિભાગની એક આગાહી આવી છે. આ આગાહીમાં સપ્ટેમ્બર મહિના માટે ગુજરાતના ખેડૂતોને ખાસ સતર્ક કરતી આગાહી કરી છે. બંગાળથી પશ્ચિમ તરફ જે સિસ્ટમ આવી હતી તેના કારણે ગુજરાત સહિત દેશભમાં વરસાદી માહોલ બન્યો છે. આ સિસ્ટમ દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ પર છે જેની અસગ ગુજરાત પર જોવા મળી રહી છે. જોકે, સિસ્ટમ વિખેરાઈ ગયા બાદ વરસાદમાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવ્યું છે.

આગામી 1-2 દિવસ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે. જેમાં 48 કલાક દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવનાઓ છે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આગામી 24 કલાક દરમિયાન હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે. 9મી તારીખે પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીનો સમાવેશ થાય છે. 24 કલાક દરમિયાન અતિભારે વરસાદની સંભાવનાઓ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે, આ જિલ્લામાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છે.

આગામી 10 સપ્ટેમ્બર પછી ઉત્તર પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડશે. બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સીસ્ટમના કારણે વરસાદ આવશે. પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલ ગુજરાતમાં ચોમેર વરસાદી માહોલ છે. આગામી 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધી ચાલુ રહેશે. 10 સપ્ટેમ્બર પછી વરસાદી સિસ્ટમ પૂર્વવત થશે. જેનાથી ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગોમાં વરસાદ થશે. 14 સપ્ટેમ્બર સુધી વાતાવરણમાં નવી સિસ્ટમ બનશે, જે મધ્ય પ્રેદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે.

22 સપ્ટેમ્બર બાદ ફરી એક સિસ્ટમ બનશે, જેનાથી પણ ગુજરાતમાં વરસાદ લાવશે. આમ ગાયબ થયેલું ચોમાસું ગુજરાતમાં ફરી આવશે. તારીખ 10 થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમના કારણે વરસાદ આવશે. આ સિસ્ટમમથી ક્યા ક્યા વરસાદની આગાહી છે તે વિશે તેમણે કહ્યું કે, આ વરસાદી સિસ્ટમને કારણે વરસાદનું પ્રમાણ જોવા મળશે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગરમાં વરસાદ આવશે. પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 

9મી સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ રહી શકે છે. જ્યારે કચ્છમાં વરસાદની સંભાવનાઓ નહિવત હોવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મોટાભાગે અહીં હવામાન સૂકું રહી શકે છે. બે દિવસ પછી ગુજરાત રિજનમાં વરસાદમાં ઘટાડો થવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે ત્રીજા દિવસ (10 સપ્ટેમ્બર)એ હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે. જે પછીના બે દિવસ ગુજરાતમાં હળવા વરસાદની જ સંભાવનાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે.

9મી તારીખે અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 2 દિવસ માટે થંડરસ્ટોર્મ વોર્નિંગ પણ આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સાંજે તથા રાતના સમયે હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 96.5% વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં પાછલા બે દિવસમાં 2 ટકાનો વધારો થયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news