Kim Jong Un Train: પ્લેનમાં નહીં, ટ્રેનમાં જ ફરે છે આ નેતા....જાણો એવી તે શું ખાસિયતો આ ટ્રેનમાં

Kim Jong Un Russia Visit: ઉત્તર કોરિયાના તાનાશાહ ટ્રેન દ્વારા રશિયા માટે રવાના થઈ ચૂક્યા છે. તમારા મનમાં સવાલ ઉઠતો હશે કે આખરે તેઓ આટલા શક્તિશાળી નેતા હોવા છતાં ટ્રેનથી જ કેમ મુસાફરી કરે છે?

Kim Jong Un Train: પ્લેનમાં નહીં, ટ્રેનમાં જ ફરે છે આ નેતા....જાણો એવી તે શું ખાસિયતો આ ટ્રેનમાં

Kim Jong Un Train special Feature:  કિમ જોંગ ઉનની ઓળખ અનેક રીતે દુનિયામાં છે. દુનિયા તેમને તાનાશાહ, સનકી,  લિટલ રોકેટ મેનના નામથી જાણે છે અને બોલાવે છે. હકીકતમાં તેની પાછળ ખાસ કારણ પણ હોય છે. તેઓ કોઈને પણ મોતના મુખમાં ધકેલી શકે છે, જ્યારે મન કરે ત્યારે મિસાઈલ ટેસ્ટ કરાવે છે, પુત્રીના નામ પર કોઈ બીજુ નામ ન રાખી દે એટલે આદેશ કાઢવામાં આવે છે પરંતુ હાલ તો તેઓ એટલા માટે ચર્ચામાં છે કારણ કે તેઓ ટ્રેન દ્વારા રશિયા જવાના છે. જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને મળશે. હવે સવાલ એ છે કે જ્યારે તેમની પાસે પ્લેન છે તો ટ્રેન કેમ?

કિમ જોંગ ઉન ભલે પોતાને ખતરનાક વ્યક્તિ તરીકે રજૂ કરતા હોય પરંતુ તમને જણાવી દઈએ કે તેઓ પ્લેનથી ડરે છે. આથી તેઓ ટ્રેનથી જ સફર કરવાનું પસંદ કરે છે. હવે જ્યારે તેઓ ટ્રેનથી સફર કરતા હશે તો તેઓ સામાન્ય રેલગાડીમાં તો નહીં ફરતા હોય. તમે બિલકુલ સાચું વિચારો છે. હકીકતમાં તેઓ જે ટ્રેનમાં ફરે છે તે ટ્રેન તેમને પિતા કિમ જોંગ ઈસ પાસેથી વારસામાં મળી છે. અહીં તેમની વારસાવાળી ટ્રેનની ખાસિયતો અમે તમને જણાવીશું. 

કિમ જોંગ ઉનની ટ્રેનની ખાસિયતો
- કિમ જોંગ ઉન ટ્રેનથી મોસ્કો જશે. તેની સરેરાશ સ્પીડ 37 માઈલ પ્રતિ કલાક છે. 
- ટ્રેનમાં કોન્ફરન્સ રૂમ, સેટેલાઈટ ફોન, ફ્લેટ સ્ક્રીન ટીવી છે. 
- તેમાં લગભગ 100 સિક્યુરિટી એજન્ટ્સ તૈનાત રહેશે જેનું કામ રસ્તા અને આવનારા સ્ટેશનો વિશે જાણકારી મેળવવાનું છે. 
- સિક્યુરિટી એજન્ટ્સ એ વાતને પણ સુનિશ્ચિત કરે છે કે  રસ્તામાં બોમ્બના હુમલા કે બીજા જોખમને ટાળી શકાય. 
- ટ્રેન સંપૂર્ણ રીતે બુલેટપ્રુફ છે જેના પર કોઈ હથિયારોની અસર નહીં પડે. 
- ટ્રેનમાં જીવિત સમુદ્રી જીવો માટે અલગ કમ્પાર્ટમેન્ટ.
- ટ્રેનમાં ખુબસુરત મહિલા કન્ડક્ટર 

ટ્રેનમાં એક્સપર્ટ શેફ
ટ્રેનમાં કોન્ટિનેન્ટલ ફૂડના એક્સપર્ટ એટલે કે શેફ રહે છે જે કોરિયન, જાપાની, ચીની અને ફ્રેન્ચ ડિશ બનાવે છે. સૌથી મોટી વાત એ છે કે તે ટ્રેનમાં જીવિત સમુદ્રી જીવોને પણ લઈ જવામાં આવે છે. રશિયન અધિકારી કાન્સ્ટેટિન પુલિકોવસ્કી કિમ જોંગ ઉનના પિતા વિશે જણાવે છે કે એકવાર તેમને રશિયન ડિશ પિરસવામાં આવી પરંતુ તેમની નજરમાં ફક્ત અને ફક્ત કમીઓ જોવા મળી. ઈલે એક પીસ ઉઠાવીને કહ્યું કે આ પેલ્મેની કરાબ છે, તમે તેને વધુ ઉકાળી શકતા હતા. ટ્રેનમાં નજાકત સાથે રહેનારી લેડી કન્ડક્ટર પણ રાખવામાં આવી છે. તેને ખુબસુરત લેડી કન્ડક્ટર નામથી ઓળખવામાં આવે છે. ટ્રેનને સુરક્ષિત રાખવા આગળ આગળ એક ટ્રેન ચાલે છે. એવું કહેવાય છે કે તેઓ રવિવાર સુધી વ્લાડિવોસ્તક પહોંચી શકે છે. જ્યાંથી આગળ પીયર 33 અને મોસ્કોની મુસાફરી પણ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news