ગુજરાતમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ; 7 ઇંચ વરસાદમાં વાપી ડૂબ્યું! બીલીમોરામાં પૂર જેવી સ્થિતિ
વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે છે. ધરમપુરના ચિચોઝરમાં આવેલી લાવરી નદીના આ દ્રશ્યો જુઓ. પાણીમાં સતત પ્રવાહ વધતાં બ્રિજ પાણીમાં સમાઈ ગયો છે. લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતાં તે બંધ થઈ ગયો છે.
Trending Photos
Heavy To Heavy Rains: ગુજરાતમાં મેઘરાજા બરોબર મંડાયા છે, અવિરત અને ધોધમાર વરસાદથી ગુજરાતના નદી-નાળા છલકાઈ ગયા છે, અનેક જળાશયો છલકાવાની તૈયારીઓમાં છે, દરિયો તોફાની બન્યો છે, અને હજુ પણ વરસાદની આગાહી છે. ત્યારે ક્યાં કેવો છે વરસાદ? ગુજરાતમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ કેવી છે તેની સાક્ષી આ દ્રશ્યો પુરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં અવિરત વરસાદથી બનાસકાંઠા, બોટાદ, ગીરસોમનાથ અને તાપીમાં નદી-નાળા છલકાયા, નદીઓમાં પુર આવ્યું અને ડેમ છલોછલ થયા. હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે છે. ધરમપુરના ચિચોઝરમાં આવેલી લાવરી નદીના આ દ્રશ્યો જુઓ. પાણીમાં સતત પ્રવાહ વધતાં બ્રિજ પાણીમાં સમાઈ ગયો છે. લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતાં તે બંધ થઈ ગયો છે. તો આ બ્રિજ બંધ થતાં કેટલાક લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતાં પણ જોવા મળ્યા. દક્ષિણ ગુજરાતમાં નદીઓ બે કાંઠે, નાળા-છલકાયા અને ડેમ ઓવરફ્લો થયા છે. તો દરિયા દેવ પણ કેમ બાકી રહે? આ નવસારીનો દરિયો છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ધમાકેદાર વરસાદ યથાવત છે. જેના કારણે ઊંચા મોઝા ઉછળી રહ્યા છે. દરિયાનું પાણી બોરસી માછીવાડ ગામમાં પ્રોટેક્શન વોલ સુધી પહોંચી ગયું છે. જો દરિયો વધારે તોફાની થયો તો બોરસી માછીવાડ ગામમાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે.
સમજી શકાય છે કે વરસાદ સાંબેલાધાર છે, વરસાદ મુશળધાર છે. અવિરત વરસાદથી ગીરાધોધ તેની સોળેકળાએ ખિલી ઉઠ્યો છે, ધોધમાંથી પાણીનો અધધ પ્રવાહ નીચે પડી રહ્યો છે. ધોધે જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. તો ગ્રામ્ય વિસ્તાર અને જ્યાં વિકાસ ઓછો પહોંચ્યો છે ત્યાં વધુ વરસાદથી કેવી સ્થિતિ સર્જાય છે તે પણ તમે જુઓ. અંબિકા નદી પર બનેલા લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ જવાની તૈયાર છે. પરંતુ હાલ લોકો જીવના જોખમે તેને પાર કરવા માટે મજબૂર છે.
આફતના વરસાદના દ્રશ્યો છે. ગુજરાતના ગિરિમથક સાપુતારાના છે. જ્યાં મુશળધાર વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપુર છે, અને નદીના પાણી લો લેવલ કોઝવે પર ફરી વળતાં સ્થિતિ વિકટ બની ગઈ છે. એક ભારે ભરખમ ટ્રક નદીના પ્રવાહ સામે બાપડો થઈ ગયો. વજનદાર આ ટ્રક પાણીમાં તણાવા લાગ્યો. જો કે સદનશીબે ડ્રાઈવર અને ક્લિનરને સ્થાનિક લોકોએ જીવના જોખમે બહાર કાઢી લીધા છે.
ભારે વરસાદથી નાળા છલકાયા. નદીઓમાં આવ્યું ઘોડાપુર. દ્રશ્યો ઔરંગા નદીના રૌદ્ર રૂપના છે. નદીએ તેનું ખૂંખાર રૂપ ધારણ કરી લીધું છે, નદીનો પ્રવાહ ભયાનક અને ડરામણો લાગી રહ્યો છે, પાણી બધુ તાણી જવા માટે ઉતાવડું બન્યું છે, ત્યાં વલસાડના નીચાણવાળા અને પારડી, કશ્મીરનગર, તળિયાવાડ વિસ્તારને એલર્ટ કરાયા છે. આ એ જ પૂર્ણા છે જેણે થોડા સમય પહેલા નવસારીમાં તાંડવ મચાવ્યું હતું. પૂર્ણાના પાણી શહેરમાં ફરી વળતાં શહેર પાણી પાણી થયું હતું. હવે આ જ પૂર્ણાની સપાટી ફરી વધી છે, અને તેના કારણે સુપા અને કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ પૂર્ણાના પાણીમાં ગરકાવ થયો અને વાહન વ્યવહાર બંધ થયો છે. હવે કુરેલ સહિત સામે કાંઠાના પાંચથી વધુ ગામોને લાંબો ચક્કર મારવાનો વારો આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે