IPL 2025: દિલ્હી કેપિટલ્સે નવા બોલિંગ કોચની કરી નિમણૂં, વર્લ્ડકપ વિજેતા પૂર્વ ગુજરાતી ખેલાડીને મળી જવાબદારી
Delhi Capitals Bowling Coach: આઈપીએલ 2025 મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે.
Trending Photos
Munaf Patel Appointed Dehi Capitals Bowling Coach: ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર મુનાફ પટેલને દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે હવે દિલ્હીના કોચિંગ સ્ટાફમાં મુખ્ય કોચ હેમાંગ બદાણી અને ક્રિકેટ ડિરેક્ટર વેણુગોપાલ રાવને સપોર્ટ કરશે. વર્ષ 2018માં પોતાની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યા બાદ મુનાફ પટેલ પ્રથમ વખત કોચિંગ ક્ષેત્રે પગ મુકવા જઈ રહ્યો છે. મુનાફ પટેલ તેની IPL કારકિર્દીમાં રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ માટે રમ્યો હતો.
દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી મુનાફ પટેલની બોલિંગ કોચ તરીકે નિમણૂંકની પુષ્ટિ કરી છે. તે બોલિંગ કોચના રોલમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેમ્સ હોપ્સની જગ્યા લેશે. મહત્વનું છે કે આઈપીએલ 2025 મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, કુલદીપ યાદવ અને અભિષેક પોરેલને રિટેન કર્યાં છે. ટીમ પાસે અત્યારે કોઈ ફાસ્ટ બોલર નથી, તેવામાં હરાજીમાં મુનાફ પટેલ પર જવાબદારી હશે કે તે ટીમ માટે એક મજબૂત બોલિંગ લાઈન-અપ તૈયાર કરે.
દિલ્હી કેપિટલ્સમાં થયા ફેરફાર
આઈપીએલ 2024 બાદ રિકી પોન્ટિંગે દિલ્હી કેપિટલ્સના હેડ કોચ પદેથી રાજીનામું આપી દીધું હતું. રિકી પોન્ટિંગની જગ્યાએ પૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાણી હવે દિલ્હી કેપિટલ્સના હેડ કોચ હશે. બોલિંગ કોચની ભૂમિકામાં મુનાફ પટેલ જોવા મળશે. આ સિવાય આ વખતે ટીમ નવા કેપ્ટન સાથે પણ મેદાનમાં ઉતરી શકે છે. દિલ્હીએ પંતને રિટેન કર્યો નથી. તેવામાં અક્ષર પટેલને પણ કમાન સોંપવામાં આવી શકે છે.
Old-school grit 🤝 Winning mindset
Welcome to DC, legend 🥹💙 pic.twitter.com/d62DSCcqNR
— Delhi Capitals (@DelhiCapitals) November 12, 2024
મુનાફ પટેલના ક્રિકેટ કરિયર પર નજર કરીએ તો આ ગુજરાતી ખેલાડીએ ભારત માટે 13 ટેસ્ટ મેચમાં 35 વિકેટ લીધી. જ્યારે 70 વનડેમાં તેના નામે 86 વિકેટ અને ટી20 મેચમાં 4 વિકેટ છે. મુનાફ પટેલ 2011માં વનડે વિશ્વકપ જીતનારી ભારતીય ટીમનો સભ્ય રહી ચૂક્યો છે. મુનાફ પટેલે 2011ના વિશ્વકપની 8 મેચમાં કુલ 11 વિકેટ લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે