અહો આશ્ચર્યમ! ગુજરાતના આ ગામડામાં થાય છે સૌથી છેલ્લે સૂર્યાસ્ત! દૂર દૂરથી જોવા આવે છે લોકો
Gujarat last sunset Point: કન્યાકુમારીથી કાશ્મીર સુધી વિસ્તરેલું ભારત ઘણી બાબતોમાં અલગ છે. ભાષા, ખોરાક, પહેરવેશ અને સંસ્કૃતિ દર 20 માઇલે બદલાતી જણાય છે. આ દેશ પર્વતો, રણ, સમુદ્ર અને બરફીલા દૃશ્યોનું ઘર છે. તમે ભારતમાં દુનિયાની દરેક સુંદરતા જોઈ શકો છો. પરંતુ શું તમને ખબર છે કે ગુજરાતના આ ગામડામાં થાય છે સૌથી છેલ્લે સૂર્યાસ્ત. સો ટકા લોકો અજાણ હશે, પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાતના એક નાનકડા ગામડાએ દેશમાં અનોખું સ્થાન મેળવ્યું છે.
અલગ અલગ ખાણીપીણી
ભારત અનોખો દેશ છે, અહીં દરેક જગ્યા, અલગ બોલી, દરેક રાજ્યોમાં અલગ ખાણી-પીણી અને અલગ મોસમ પણ જોવા મળે છે.
સૂર્યોદય અને સૂર્યાસ્ત
એવામાં અહીં સૂર્યાદય અને સૂર્યોસ્ત થવાનો સમય પણ એક નથી. અહીં દરેક જગ્યા પર તેનો અલગ અલગ સમય હોય છે.
સૌથી છેલ્લો સૂર્યાસ્ત
એવામાં શું તમે જાણો છો કે દેશમાં કઈ જગ્યાએ સૌથી છેલ્લો સૂર્યાસ્ત થાય છે. ચાલો અમે તમને આજે જણાવી દઈએ.
આ છે જગ્યા
દેશમાં સૌથી છેલ્લો સૂર્યાસ્ત ગુજરાતના કચ્છ જિલ્લાના ગુહાર મોતીમાં થાય છે. અહીં સૂર્યાસ્તને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે.
કેટલા વાગે થાય છે સૂર્યાસ્ત
કચ્છ જિલ્લાના ગુહાર મોતીમાં ગરમીની સીઝનમાં 7.30 વાગે અને શિયાળામાં સાંજે 6થી 6.30 વાગે સૂર્યાસ્ત થાય છે.
સૌથી પહેલો સૂર્યોદય
જ્યારે દેશમાં સૌથી પહેલા સૂર્યોદય અરૂણાચલ પ્રદેશના ડોંગ વેલીમાં થાય છે. અહીં સવારે 4 વાગે સૂર્યોદય થઈ જાય છે.
Trending Photos