ગુજરાતમાં છોતરા કાઢી નાંખશે વરસાદ, આ બે સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં થશે તહસનહસ!

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે બીલીમોરામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કાવેરી નદીનું જળસ્તર વધતાં બીલીમોરામાં પાણી ભરાયા છે. પાલિકાએ લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે.

 ગુજરાતમાં છોતરા કાઢી નાંખશે વરસાદ, આ બે સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં થશે તહસનહસ!

Gujarat Heavy To Heavy Rains: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર આફત બનીને વરસી રહ્યો છે, આફતના આ વરસાદથી અનેક રોડ રસ્તા બંધ થયા છે. તો અનેક જગ્યાએ પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ક્યાં કેવી છે સ્થિતિ? 

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે બીલીમોરામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કાવેરી નદીનું જળસ્તર વધતાં બીલીમોરામાં પાણી ભરાયા છે. પાલિકાએ લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. દેસરા વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થતાં લોકો અટવાયા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બનતા સારો વરસાદ પડે તેવું અનુમાન છે. હવે જોવું રહ્યું કે ક્યાં કેવો વરસાદ વરશે છે.

  • ભારે વરસાદ રોડ-રસ્તા થયા બંધ
  • અનેક જગ્યાએ ભરાયા વરસાદી પાણી
  • બ્રિજ ડૂબ્યા, વાહન ચાલકો પરેશાન
  • હજુ પણ આવશે ભારે વરસાદ!

વલસાડમાં મેઘરાજા ધબધબાટી બોલાવતાં શહેરને પાણી પાણી થઈ ગયું...દ્રશ્યો વલસાડના વાપી અંડરપાસના છે. વરસાદમાં આખો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે વાહનચાલકોની અવરજવર બંધ કરવી પડી છે. વલસાડના વાપીમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો અને શહેરના નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા. આઝાદ કાંટા, ગીતાનગર, સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે.

તાપીમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે અને જિલ્લાના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તાપીમાં આફત બનીને વરસેલા આ વરસાદથી ગ્રામિણ વિસ્તારના 4 માર્ગો બંધ થયા છે. જેમાં વ્યારાનો એક અને વાલોડના 3 માર્ગ થયા છે. આ રસ્તાઓ બંધ થતાં હવે ગ્રામ્ય વિસ્તારના લોકોને લાંબા ચક્કર મારવાનો આવ્યો છે. વાહનચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

  • આફતના વરસાદથી લોકો હેરાન
  • ક્યાંક રોડ-રસ્તા બંધ, ક્યાંક બ્રિજ થયો બંધ
  • આફતના વરસાદથી શહેરમાં ભરાયા પાણી
  • રોડ-રસ્તા ડૂબી જતાં વાહનચાલકો પરેશાન
  • આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી
  • માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના

અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો! ભારતીય અંગદાન દિવસે ગુજરાતને કુલ 6 એવોર્ડ, સિવિલમાં..

વરસાદી પાણી અનેક જગ્યાએ ભરાઈ ગયા છે. નદી-નાળામાં પાણીની આવક વધી રહી છે. નદીઓ ગાંડીતૂર બની છે..ત્યાં રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. 4 ઓગસ્ટે સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. તો રાજ્યના તમામ દરિયા કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ અને દરિયામાં ભારે પવન રહેવાનું અનુમાન છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સુચના આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news