10,000 રૂપિયાની SIP થી કરોડપતિ બનવાની તક, જાણો કેટલો લાગશે સમય

મ્યૂચુઅલ ફંડ્સ રોકાણથી મળનાર આકર્ષક રિટર્નને જોતા હવે દેશના સામાન્ય ઈન્વેસ્ટર જોખમ છતાં મોટી માત્રામાં રોકાણ કરી રહ્યાં છે. 
 

10,000 રૂપિયાની SIP થી કરોડપતિ બનવાની તક, જાણો કેટલો લાગશે સમય

Mutual Fund SIP: ભારતીય લોકો પાસે રોકાણ કરવા માટે ઘણા વિકલ્પ હાજર છે. બેન્ક એફડી, પીપીએફ, એનપીએસ, એનએસએસ, મ્યૂચુઅલ ફંડ એસઆઈપી વગેરે કેટલાક પસંદગીના ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ છે, જેમાં ખુબ રોકાણ થઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે મ્યૂચુઅલ ફંડમાં રોકાણ ખુબ જટીલ હતું. પરંતુ હવે તમામ સ્ટોક બ્રોકિંગ પ્લેટફોર્મ્સે મ્યૂચુઅલ ફંડ રોકાણને ખુબ સરળ બનાવી દીધુ છે. આ કારણ છે કે પહેલાની તુલનામાં હવે મ્યૂચુઅલ ફંડ રોકાણ ઝડપથી વધી રહ્યું છે. 

મ્યૂચુઅલ ફંડ્સમાં લાંબા ગાળે મોટો ફાયદો
મ્યૂચુઅલ ફંડ રોકાણ બજાર જોખમોને અધીન છે. પરંતુ આ જોખમો છતાં દેશના સામાન્ય ઈન્વેસ્ટર આકર્ષક રિટર્ન મેળવનાર મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યાં છે. AMFI ના આંકડાથી ખ્યાલ આવે છે કે મ્યૂચુઅલ ફંડ્સે રોકાણકારોને લાંબા ગાળામાં સારો નફો આપ્યો છે. મ્યૂચુફલ ફંડ્સની સૌથી ખાસ વાત છે કે તેમાં બજારના આકર્ષક રિટર્નની સાથે ચક્રવૃદ્ધિ વ્યાજનો પણ લાભ મળે છે. આજે અમે તમને જણાવીશું કે 10,000 રૂપિયાની એસઆઈપીથી કઈ રીતે કરોડપતિ બની શકાય છે. 

12 ટકા વાર્ષિક વ્યાજની સાથે કેટલા રૂપિયા બનશે
ઓનલાઈન એસઆઈપી કેલકુલેટરથી કેલકુલેટ કરવા પર ખ્યાલ આવે છે કે જો તમે દર મહિને 10,000 રૂપિયાની એસઆઈપી કરો છો તો તમે ખુબ સરળતાથી કરોડપતિ બની શકો છો. દર મહિને 10,000 રૂપિયાની એસઆઈપી કરવા પર જો તમને અંદાજિત 12 ટકા વાર્ષિક વ્યાજ મળે છે તો તમે 20 વર્ષમાં 99,91,479 રૂપિયા બનાવી શકો છો. 

15 ટકા વ્યાજ મળ્યું તો બની જશો માલામાલ
જો તમને દર વર્ષે 12 ટકાની જગ્યાએ 15 ટકાનો અંદાજિત વ્યાજ મળે છો તો તમારી દર મહિનાની 10,000 રૂપિયાની એસઆઈપી 20 વર્ષમાં 1,51,59,550  કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરી શકે છે. મહત્વનું છે કે જો તમે 20 વર્ષ સુધી દર મહિને 10000 રૂપિયાની એસઆઈપી કરો છો તો તમારૂ રોકાણ માત્ર 24 લાખ થશે. જેના પર તમને આકર્ષક માર્કેટ રિટર્ન અને કમ્પાઉન્ડિંગનો ભરપૂર લાભ મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news