નવસારીમાં ઉત્સાહભેર યોજાયો મટકી ફોડ કાર્યક્રમ, મટકી ફોડનારને અપાયું 21 હજારનું ઇનામ
નવસારી શહેરના વિજલપોર સ્થિત શિવાજી ચોક ખાતે પાછલા 22 વર્ષોથી ૐ સાઈ મિત્ર મંડળ દ્વારા ઉત્સાહભેર મટકી ફોડનો કાર્યક્રમ યોજાતો આવ્યો છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી ની તૈયારીઓ સમગ્ર દેશ ઉત્સાહભેર શરૂ થઈ છે. ત્યારે નવસારી શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણને વધાવવા દંહી હાંડીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
નવસારી શહેરના વિજલપોર સ્થિત શિવાજી ચોક ખાતે પાછલા 22 વર્ષોથી ૐ સાઈ મિત્ર મંડળ દ્વારા ઉત્સાહભેર મટકી ફોડનો કાર્યક્રમ યોજાતો આવ્યો છે. વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મંડળ દ્વારા આયોજિત દહીં હાંડીના આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા સહિત સુરતના મંડળ મળી 10 ગોવિંદા મંડળોએ ભાગ લીધો હતો.
અહી ગોવિંદા મંડળો માટે 22 ફૂટની ઊંચાઈ ઉપર મટકી ગોઠવવામાં આવી હતી. તેમજ જે મંડળ મટકી ફોડવામાં સફળ રહે તેના માટે રૂપિયા 21 હજારનું રોકડ ઇનામ પણ ૐ સાઈ મિત્ર મંડળ દ્વારા જાહેર કરાયું હતું. દહીં હાંડીના આ કાર્યક્રમમાં ડીજેના તાલ સાથે પાણીનો ફુવારો સતત ચાલુ રહ્યો હતો.
મન મોહક બનેલા આ વાતાવરણમાં ગોવિંદા મંડળો અને સ્થાનિક યુવાનો ઝૂમી ઉઠ્યા હતા. ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં દહીં હાંડીનો જાહેર કાર્યક્રમ પૂર્ણ થાય તે માટે નવસારી જિલ્લા પોલીસ દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે