માર્કેટમસ્કતી કાપડ માર્કેટ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઓનલાઇન એક્ઝિબિશન

માર્કેટમસ્કતી કાપડ માર્કેટ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કોરોનાની મહામારીના કાળમાં ઓન લાઇન એક્ઝિબિશન કરશે. ફેબ્રિક એક્ઝીબીશન વર્ષમાં બે વાર આયોજન કરતા હતા પરંતુ કોરોનાના લીધે આયોજનમાં બદલાવ લાવ્યા છે.

માર્કેટમસ્કતી કાપડ માર્કેટ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઓનલાઇન એક્ઝિબિશન

ગૌરવ પટેલ, અમદાવાદ: માર્કેટમસ્કતી કાપડ માર્કેટ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કોરોનાની મહામારીના કાળમાં ઓન લાઇન એક્ઝિબીશન કરશે. ફેબ્રિક એક્ઝિબીશન વર્ષમાં બે વાર આયોજન કરતા હતા પરંતુ કોરોનાના લીધે આયોજનમાં બદલાવ લાવ્યા છે. હવે વર્ચ્યુઅલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 24 ઓગસ્ટથી 90 દિવસ સુધી આ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી અને ટેક્સટાઇલ્સ મિનિસ્ટરે પણ પત્ર દ્વારા સંદેશ પાઠવવા કહેવાયું હતું. આ પહેલા વેપારીઓ માટે એર ટિકિટ, લંચ, ડીનર, બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફેબેક્સા 1 અને 2ના ખુબજ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા હતા. ફેબેક્સા 1 અને ફેબાક્સ 2ની 45 લાખની રકમ વેપારીઓને પરત કરાઇ. હાલમાં હાથ પર રહેલી રકમના આધારે વર્ચ્યુઅલ એક્ઝિબીશન યોજાશે. કોઇપણ વેપારી ઓનલાઇન ડીઝાઇનના સેમ્પલ જોઇ શકશે પછી સ્ટોલ ધારકની પરવાનગી લેવામાં આવશે.

જેમાં સ્ટોલમાં જતા પહેલા એક ઓટીપી જનરેટ કરવો પડશે. પાંચ લાખથી વધુ ડિઝાઇન આ એકઝીબિશનમાં જોવા મળશે. 100 એક્સઝીબીટર શરૂઆતમાં ભાગ લેવામાં આવશે. મસકતી જે 90 દિવસ ચાલશે.કોરોનાના કાળમાં વેપારીઓની પ્રગતિ માંટે વર્ચ્યુઅલ એક્ઝિબીશન યોજાશે. 24 ઓગસ્ટથી 23 નવેમ્બર સુધી એક્ઝિબીશન ચાલશે. લોકડાઉનમાં મહિલાઓની કપડાંની ડિમાન્ડ વધારે રહી બરમુડાની ડિમાન્ડ હતી.

જોકે શુટીંગ અને સર્ટીગમાં ભારે માર પડ્યો હતો. આ અક્ઝીબીશનથી રાજ્ય બહારના વેપારી અને દુનિયા ભરતના કાપડના વેપારીઓ જોઇ શકશે જેનો લાભ તમામ એક્ઝિબિશનને મળશે. એક્ઝિબિશન અને વેપારીની ડીલ થયા બાદ જો કોઇ કનફ્યુઝન હોય તો મહાજનની મદદ મળી શકશે. વેપારી અંગે સંપુર્ણ ખરાઇ મહાજનની સમિતિ કરશે.

એક્ઝિબીશન નો ખર્ચ અંદાજે 1  કરોડ  થાય જોકે ફેબ્રીક ટુ ફેન કંપનીએ ૧૧ લાખના ટોકન મનીથી એક્ઝિબીશન કરવાનો નિર્ણય કર્યો. માર્કેટીંગ નો ખર્ચે મહાજન ઉપાડશે. ફેબેક્સા ૧ અને ફેબેક્સા ૨ માં ભાગ લેનારા તમામ એક્ઝિબિશનને વિનામુલ્યે સ્ટોર ફાળવાશે અને નવા એક્ઝિબિશને ૨૫ હજારનો ચાર્જ ચુકવવાનો રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news