Ram Mandir Bhoomi Pujan: મુહૂર્ત-તૈયારીઓ-કાર્યક્રમથી લઈ મહેમાનોના લિસ્ટ સુધી, 10 Update


અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પાંચ ઓગસ્ટે પીએમ મોદી ભૂમિપૂજનમાં ભાગ લેશે, તે પહેલા અયોધ્યાને શણગારવામાં આવી રહ્યું છે. 

Ram Mandir Bhoomi Pujan: મુહૂર્ત-તૈયારીઓ-કાર્યક્રમથી લઈ મહેમાનોના લિસ્ટ સુધી, 10 Update

અયોધ્યાઃ બસ હવે થોડા દિવસની વાત છે જ્યારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ઈતિહાસ રચાશે. પાંચ ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. ત્યારબાદ ત્યાં પૂરજોશમાં મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવશે. અયોધ્યામાં અત્યારથી ભૂમિ પૂજનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આખા શહેરને શણગારવામાં આવી રહ્યું છે. એકવાર ફરી દીવાળી જેવો માહોલ બનાવવાનો પ્રયાસ છે, પરંતુ સાથે કોરોના વાયરસને કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભૂમિ પૂજનમાં 200 મહેમાન સામેલ થઈ શકે છે. 

રામ મંદિરના ભૂમિ પૂજન સાથે જોડાયેલા અત્યાર સુધીના મોટા અપડેટ

1. 5 ઓગસ્ટે અયોધ્યા જઈને પીએમ મોદી ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન કરવાના છે. ભૂમિ પૂજન પહેલા પીએમ મોદી એક શિખર અને 5 મંડપ વાળા 3 માળના મંદિરના મોડલને તે દિવસે રામ જન્મભૂમિ પરિસરમાં જોશે અને તે સમયે આ મોડલ સામાન્ય લોકો માટે રાખવામાં આવશે. 

2. રામ મંદિરના નવા મોડલ હેઠળ તેમાં કુલ 17 ભાગ હશે. તેમાં શિખર, ગર્ભગૃહ, કળશ ગોપુરમ રથ, મંડપ અને અર્થ મંડપ, પરિક્રમા તોરણ, પ્રદક્ષિણા અધિષ્ઠાન જેવા વર્ગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. આ મોડલને સામાન્ય જનતા માટે રાખવામાં આવશે. 

3. રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન આમ તો 5 ઓગસ્ટે થશે, પરંતુ 3 ઓગસ્ટથી અયોધ્યામાં ઉત્સવ શરૂ થઈ જશે. અહીં દીવાળી જેવો માહોલ બનાવવામાં આવશે, આ દરમિયાન તંત્ર તરફથી શહેરમાં લાખો દીવા પ્રગટાવવામાં આવશે. સાથે લોકોને અપીલ કરવામાં આવશે કે તે પોતાના ઘરની બહાર દીવા પ્રગટાવે. સાથે અયોધ્યાની દીવાલોને શણગારવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. 

4. 5 ઓગસ્ટે ભૂમિ પૂજનના દિવસે રામલલા લીલા કલરના નવરત્ન જડિત વસ્ત્ર પહેરશે. રામલલાને દરરોજ અલગ અલગ કલરના કપડા પહેરાવવામાં આવે છે, 5 ઓગસ્ટે બુધવારના દિવસે લીલા કલરના વસ્ત્ર પહેરશે રામલલા. ભગવાન રામ સિવાય ત્રણ ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની સાથે-સાથે હનુમાનજીને પણ નવા પોશાક પહેરાવવામાં આવશે. 

5. ભૂમિ પૂજનને ઐતિહાસિક બનાવવા માટે હરિદ્વારમાં હર કી પૌડી પર બ્રહ્મ કુંડમાં સંતોએ ગંગાજળ અને માટીની પૂજા કરી, આ પવિત્ર જળ અને માટીને ભૂમિ પૂજન માટે અયોધ્યા મોકલવામાં આવશે. મહાકાલને પ્રભુરામના આરાધ્ય માનવામાં આવે છે, તેથી મહાકાલ વનની માટી, શિપ્રા નદીનું જળ અને ભસ્મ ભૂમિ પૂજન માટે અયોધ્યા મોકલવામાં આવી રહ્યું છે. 

6. જો પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો 5 ઓગસ્ટે પીએમ મોદીનું હેલિકોપ્ટર અયોધ્યાની સાકેત મહાવિદ્યાલયમાં ઉતરશે. આશરે અગિયાર ત્રીસ કલાકે પીએમ અયોધ્યાના રામ મંદિર પરિસરમાં જશે, 1 કલાકના ભૂમિ પૂજનના કાર્યક્રમ બાદ પીએમનું સંબોધન થશે. 

7. અહીં પરિસરમાં 50-50 લોકોને અલગ-અલગ બ્લોકમાં આશરે 200 લોકો હાજર રહેશે. 50ની સંખ્યામાં દેશના મોટા સાધુ-સંતો હાજર રહેશે. 50ની સંખ્યામાં દેશના મોટા નેતા અને આંદોલન સાથે જોડાયેલા લોકો હાજર રહેશે. તેમાં લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહની સાથે સાધ્વી ઋતંભરા અને વિનય કટિયાર પણ કાર્યક્રમમાં હાજર રહેશે. સાથે કેટલાક રાજ્યના મુખ્યમંત્રીઓ સામેલ થઈ શકે છે. 50ની સંખ્યામાં ઉદ્યોગપતિ અને અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહેશે. 

પીએમ મોદીના રામ મંદિર ભૂમિ પૂજનના પ્લાન પર ઓવૈસી ભડક્યા, કહ્યું- બંધારણના શપથનું ઉલ્લંઘન  

8. કોર્ટ-કચેરીના ચક્કરો લગાવ્યા બાદ રામલલાના મંદિર નિર્માણનો માર્ગ ખુલ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિર નિર્માણની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. 

9. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે મંદિરના ભૂમિ પૂજન બાદ આશરે 500 કરોડની ભેટ અયોધ્યાને આપશે, જેમાં 326 કરોડથી વધુ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને 161 કરોડથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. 

10. તો બીજીતરફ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનમાં પીએમ મોદીની હાજરીને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર હુમલો કર્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news