રાજકોટમાં ટીખળખોરોનું કારસ્તાન, દુકાનના શટરને તલવારના ઘા માર્યા
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં નાનામવા વિસ્તારમાં લોકડાઉનમાં ગઈકાલે મારામારીની ઘટના બની છે. ગઈકાલે મોડી રાત્રે પાન-માવા મુદ્દે હથિયારો સાથે ધિંગાણું થયું હતું. વામ્બે આવાસ યોજના પાસે દુકાનના શટરમાં તલવારના ઘા મારતા સીસીટીવી આવ્યા સામે આવ્યા છે. આ ઘટના કોઈએ સીસીટીવીમાં કેદ કરી હતી. વાયરલ સીસીટીવી મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. લોકડાઉનના ખુલ્લેઆમ ધજાગરા રાજકોટનો આ વીડિયો વાયરલ થયો હતો. તલવાર લઈને નીકળેલા બંન્ને શખ્સો આખરે ઝડપાયા હતા. નિલેશ પરમાર અને લલિત પરમાર નામના બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. તાલુકા પોલીસે બંન્ને શખ્સોની ધરપકડ કરી છે.
આખું ગુજરાત ફેરવાયું અગનગોળામાં, 5 શહેરોનું તાપમાન 43 ડિગ્રીથી વધુ
રાજકોટમાં લોકડાઉન ભંગ કરી ટિકટોક બનાવનાર યુવકની પણ પોલીસે ધરપકડ કરી છે. જંગલેશ્વર વિસ્તાર નજીક RMC ક્વાર્ટરમાં બનાવેલો ટિકટોક વિડીયો વાયરલ થયો હતો. યુવાનો રાત્રિના સમયે ક્રિકેટ રમતો વીડિયો ટિકટોકમાં અપલોડ કર્યો હતો. ‘આ લોકો જંગલેશ્વર વાળા કોઈ દિવસ ના સુધરે....’તેવું બોલીને ટિકટોક બનાવ્યો હતો. જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાંથી કરફ્યુ દૂર કરાતા લોકડાઉનનું ભંગ કરતા લોકો સામે આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, જંગલેશ્વર વિસ્તાર રાજકોટનો કોરોના હોટસ્પોટ વિસ્તાર છે. જેમાં 10 શેરીઓ ક્લસ્ટર કરવામાં આવી છે. રાજકોટમાં મોટાભાગના કોરોનાના કેસ જંગલેશ્વર વિસ્તારમાંથી જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે