IPL Auction 2021: 'Shah Rukh Khan' ની થઈ હરાજી, ખુશ જોવા મળી Preity Zinta, જુઓ Video

તમિલનાડુના યુવા બેટ્સમેન શાહરૂખ ખાનને કિંગ્સ પંજાબે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 
 

IPL Auction 2021: 'Shah Rukh Khan' ની થઈ હરાજી, ખુશ જોવા મળી Preity Zinta, જુઓ Video

ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ  (IPL) 2021 સીઝન માટે ગુરૂવારે ચેન્નઈમાં ચાલી રહેલી હરાજીમાં કિંગ્સ પંજાબે તમિલનાડુના બેટ્સમેન શાહરૂખ ખાન માટે 5.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. શાહરૂખ ખાન (Shah rukh Khan) ની બેઝ પ્રાઇઝ 20 લાખ હતી. તેને ખરીદવા માટે બેંગલોર અને દિલ્હી વચ્ચે હોડ જોવા મળી હતી. 

દિલ્હીએ તેના માટે એક કરોડની બોલી લગાવી. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સે તેને બે કરોડ સુધી પહોંચાડી દીધી, પરંતુ બેંગલોરે 20 લાખ રૂપિયા વધાર્યા તો કિંગ્સ પંજાબે 2.40 કરોડની બોલી લગાવી હતી. 

— IndianPremierLeague (@IPL) February 18, 2021

ત્યારબાદ બેંગલોર ત્રણ કરોડ સુધી પહોંચ્યો. શાહરૂખ માટે કિંમત વધતી ગઈ અને પંજાબે તેને જોડવા માટે ચાર કરોડ રૂપિયાની બોલી લગાવી. અંતમાં પંજાબે 5.25 કરોડમાં તેની ટીમમાં શાહરૂખ ખાનને સામેલ કર્યો છે. ત્યારબાદ ટીમની માલિક પ્રીતિ ઝિંટા ખુબ ખુશ જોવા મળી હતી. 

કૃષ્ણપ્પા ગૌતમે રચ્યો ઈતિહાસ
આઈપીએલ 2021ની સીઝન માટે ચેન્નઈમાં ચાલી રહેલી હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સે કર્ણાટકના ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ પર રૂપિયાનો વરસાદ કર્યો છે. ગૌતમ માટે સીએસકે અને હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ, પરંતુ આખરે એમએસ ધોનીની ટીમે ગૌતમને 9.25 કરોડમાં ખરીદી લીધો. આ સાથે ગૌતમ આઈપીએલના ઈતિહગાસમાં સૌથી મોંઘો અનકેપ્ટ ખેલાડી પણ બની ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news