Photos: મહાકુંભમાં પહોંચ્યો અદાણી પરિવાર, ગૌતમ અદાણીએ ભક્તોને ભોજન બનાવીને પીરસ્યું, ગંગા કિનારે પૂજા કરી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આસ્થાનો મહાકુંભ ચાલી રહ્યો છે. સાધુ-સંતો સહિત અનેક દેશ-વિદેશના ભક્તો મહાકુંભ પહોંચી રહ્યાં છે. આજે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ પરિવાર સાથે મહાકુંભની મુલાકાત લીધી હતી.
 

1/5
image

ગૌતમ અદાણી સવારે 8 કલાકે ચાર્ટર પ્લેન દ્વારા અમદાવાદથી નીકળ્યા હતા અને સવારે 10 વાગ્યા આસપાસ પ્રયાગરાજ પહોંચ્યા હતા. ત્યારબાદ અદાણી પરિવાર મહાકુંભના સેક્ટર 18માં સ્થિત ઈસ્કોનના વીઆઈપી ટેન્ટમાં પહોંચ્યા હતા. ત્યારબાદ સેક્ટર 19માં સ્થિત ઈસ્કોનના મહાપ્રસાદ રસોડામાં પહોંચ્યા જ્યાં પ્રસાદ બનાવી ભક્તોને વિતરણ કર્યું હતું.  

2/5
image

ગૌતમ અદાણીએ પરિવાર સાથે ઈસ્કોન મંદિરના રસોડામાં સેવા આપી હતી. ગૌતમ અદાણીએ પોતાના હાથે ભક્તોને ભોજન પણ પીરસ્યું હતું.

3/5
image

પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત બાદ ગૌતમ અદાણીએ એક્સ પર તસવીરો શેર કરી હતી.

4/5
image

ગૌતમ અદાણીએ મહાકુંભમાં સેક્ટર ત્રણમાં પૂજા પણ કરી હતી. ત્યારબાદ અદાણી પરિવારે હનુમાનજીના દર્શન પણ કર્યાં હતા.

5/5
image

ગૌતમ અદાણીએ કહ્યું કે આજે હું પ્રયાગરાજની ધરતી પર આવ્યો છું. આ એક અદ્ભુત અનુભવ છે, જે મેં અનુભવ્યો છે. હું તેની કલ્પના પણ કરી શકતો નથી. અહીંનું વર્ણન શબ્દોમાં કરી શકાય નહીં. મહાકુંભમાં ઉત્તમ વ્યવસ્થા માટે હું પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગીનો આભાર માનું છે.