એક માણસની બેદરકારી પણ સાબિત થાય છે ખતરનાક, સુરતના માન દરવાજાનો કિસ્સો છે પુરાવો
સુરતના મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ નિવેદન આપ્યું છે કે માન દરવાજામાં અત્યાર સુધી સૌથી વધુ કેસ છે.
Trending Photos
તેજશ પટેલ, સુરત : સુરત શહેરમાં કોરોના (Corona)ના દર્દીનું હોટ સ્પોટ બની ગયેલા માન દરવાજા ટેનામેન્ટમાં એક પછી એક પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં માનદરવાજા ટેનામેન્ટમાં જ 30 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કેસમાં રમેશચંદ્ર રાણા નામની એક વ્યક્તિના સંપર્કમાં આવતા 24 જેટલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, માન દરવાજામાં એક માણસની બેદરકારીને ભારે ખતરનાક સાબિત થઈ છે.
સુરતમાં માન દરવાજા વિસ્તારની વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એ જેટલા લોકોના સંપર્કમાં આવ્યા હતા એ બધા જ કોન્ટેક્ટ ટ્રેસ કરી સેમ્પલો લેવામાં આવતા 24 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના સંક્રમણની સુરતની અત્યાર સુધીની સહુથી લાંબી ચેઈન સામે આવી છે. આ સિવાય માન દરવાજા ટેનામેન્ટમાં જ રહેતી એક મહિલા કોરોના પોઝિટિવ સાબિત થઈ છે. તે સ્કૂલમાં બનાવાયેલા રાહત કેન્દ્રમાં રોજ ભોજન માટે જતી હતી. મહિલાના કોન્ટેક્ટ પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.
સુરતના પોઝિટિવ કેસો મુદ્દે ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. સુરતના મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ નિવેદન આપ્યું છે કે માન દરવાજામાં અત્યાર સુધી સૌથી વધુ કેસ છે. વરાછામાં શાકભાજીની લારીથી કોરોના ફેલાયો હોવાથી શહેરના શાકભાજીની લારીવાળાનું પણ સ્ક્રિનિંગ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે