મહીસાગર નદીના ઘાટ પર મહા આરતીનું આયોજન, ઉમટ્યા ભક્તોના ટોળા

મહીસાગર નદીના ઘાટ પર રોજ શરદ પૂનમની સંધ્યાએ મહીસાગર માતાની 25 મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહીસાગર નદીના ઘાટ પર મહા આરતીનું આયોજન, ઉમટ્યા ભક્તોના ટોળા

અલ્પેશ સુથાર/મહીસાગર: મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી 9 કિ.મીના અંતરે આવેલા દેગમડા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના ઘાટ પર રોજ શરદ પૂનમની સંધ્યાએ મહીસાગર માતાની 25 મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહીસાગર નદીના કારણે મહીસાગર જિલ્લાનું નામ કરણ કરવામાં આવેલ છે શાસ્ત્રોમાં મહીસાગર માતાનું વર્ણન કરવાંમાં આવેલ છે અને મહીસાગર માતાના દર્શનથી ભ્રમ હત્યા જેવા પાપો નાસ પામે છે. આ સ્થળે ભવ્ય મંદિર આવેલ છે અને તેના મહારાજ તેમજ સ્થાનિક પ્રજા દ્વારા દર પૂર્ણિમાના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. શરદ પૂનમની સંધ્યાએમાં મહીસાગરની 25મી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય કેબિનેટના માર્ગ અને મકાન વિભાગના મંત્રી જયદ્રથસિંહ પરમાર અને મહીસાગર જિલ્લા પોલીસવડા ઉષા રાડા તેમજ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહીત વહીવટી તંત્ર દ્વારા માં મહીસાગરની આરતી ઉતારવામાં આવી હતી. આરતીમાં અરવલ્લીના પોલીસ વડા મયુર પાટીલ તેમજ પંચમહાલ જિલ્લાના પોલીસવડા લીના પાટીલ પણ આરતી માં ઉપસ્થિત રહી માં મહીસાગરની આરતીનો લાભ લીધો હતો. તેમજ પોલીસ જવાનો તેમજ સ્થાનિક લોકો ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માં મહીસાગરની મહાઆરતીનો લાભ લીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news