BSNL 25 શહેરોમાં આપશે ફ્રી Wi-Fi, ગુજરાતનું એક શહેર પણ સામેલ

બીએસએનએલના ચેરમેન તેમજ મેનેજિંગ ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવે આ કરારની જાહેરાત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઈન્ડિયના વિચાર અનુરૂપ ડેટા યુઝના મામલે ભારત હવે અમેરિકા અને ચીનથી પણ આગળ નીકળી ગયું છે.

BSNL 25 શહેરોમાં આપશે ફ્રી Wi-Fi, ગુજરાતનું એક શહેર પણ સામેલ

નવી દિલ્હી : ટેલિકોમ કંપની વીકોન રોક (Veecon Rok)એ દેશના 25 શહેરોમાં વાઈ-ફાઈ સર્વિસ શરૂ કરવા માટે ભારત સંચાર નિગમ લિમિડેટ (BSNL)ની સાથે એક કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત પાંચ વર્ષમાં 36 હજાર કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટથી 25 શહેરોમાં વાઈફાઈની સેવા શરૂ કરવામાં આવશે. વીકોનએ અમેરિકન અંતરિક્ષ સંગઠન નાસાની સાથે આઈટી (વાઈફાઈ અને મોબાઈલ હેન્ડસેટ સહિત) માટે કરાર કર્યો છે. કંપની વર્ષ 2019ના પહેલા ત્રિમાસિકથી બીએસએનએલના નેટવર્કના માધ્યમથી વીકોપ રોકિટ હેન્ડસેટનું વેચાણ શરૂ કરશે. આ પહેલો એવો 3D મોબાઈલ હશે, જેમાં ચશ્માની જરૂર નહિ પડે.

ગલ્લી-નાકા પર પણ મળશે વાઈફાઈની ફેસિલિટી
દેશના વીકોન ગ્રૂપ અને અમેરિકાના રોક કોર્પોરેશનના 50:50ની સંયુક્ત ઉદ્યમ ટેલિકોમ કંપનીનો દાવો છે કે, તે શહેરોમાં ગલીઓથી લઈને કોઈ પણ કેમ્પસની અંદર વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવશે. બીએસએનએલના ચેરમેન તેમજ મેનેજિંગ ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવે આ કરારની જાહેરાત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઈન્ડિયના વિચાર અનુરૂપ ડેટા યુઝના મામલે ભારત હવે અમેરિકા અને ચીનથી પણ આગળ નીકળી ગયું છે.

ત્રણ મહિના સુધી ફ્રીમાં ઉપયોગ કરી શકશે
તેમણે કહ્યું કે, વીકોન રોક સાથે ભાગીદારી કરીને જે શહેરોમાં વાઈફાઈ સુવિધા આપવામાં આવશે, ત્યાંના લોકોને પહેલા ત્રણ મહિના સુધી વાઈફાઈ ફ્રીમાં આપવામાં આવશે. આ ત્રણ મહિનામાં ડેટા ઉપયોગ કરવાની કોઈ લિમિટ નહિ હોય. દેશના જે શહેરોમાં પહેલા પડાવ દરમિયાન વાઈફાઈ સેવા આપવામાં આવશે. તેનું લિસ્ટ નીચે મુજબ છે.

આ શહેરોમાં વાઈફાઈ પહોંચાડાશે
વારાણસી, ગાઝીપુર, વિજયવાડા, નવી મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાત્તા, પણજી, પૂણે, લખનઉ, અમદાવાદ, ભોપાલ, જયપુર, પટના, કોચીન, ગુવાહાટી, તિરુપતિ, સિમલા, ચંદીગઢ, નોએડા, ગુરુગ્રામ, દહેરાદૂન, ઈન્દોર અને આગ્રા. જે શહેરોમાં આ સુવિધા શરૂ કરવામાં આવનાર છે, તેમાં મોટાભાગે રાજ્યોના પાટનગરની પસંદગી કરાઈ છે. ઉત્તર પ્રદેશના સૌથી વધુ પાંચ રાજ્યોમાં વાઈફાઈ સેવા શરૂ કરાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news