આ કોંગ્રેસનો નહિ બેરોજગારી, ખેડૂતો, અને મહિલાના સન્માનનો પરાજય: હાર્દિક પટેલ

લોકસભાની ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ સામે આવતા ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતથી વિજય મેળવતી દેખાઇ રહી છે. જ્યારે ગુજરાતની તમામ 26 બેઠકો પર પણ ભાજપના તામામ ઉમેદવારો જંગી લીડથી આગળ ચાલી રહ્યા છે. આ અંગે ગુજરાત કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા જોડાણ કરેલ હાર્દિક પટેલે કહ્યું હતું, કે આ દેશની જનતાનો પરાજય છે. 
 

આ કોંગ્રેસનો નહિ બેરોજગારી, ખેડૂતો, અને મહિલાના સન્માનનો પરાજય: હાર્દિક પટેલ

અમદાવાદ: લોકસભાની ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ સામે આવતા ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતથી વિજય મેળવતી દેખાઇ રહી છે. જ્યારે ગુજરાતની તમામ 26 બેઠકો પર પણ ભાજપના તામામ ઉમેદવારો જંગી લીડથી આગળ ચાલી રહ્યા છે. આ અંગે ગુજરાત કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા જોડાણ કરેલ હાર્દિક પટેલે કહ્યું હતું, કે આ દેશની જનતાનો પરાજય છે. 

કોંગ્રેસના હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસ નહિ દેશમાં બેરોજગારીનો પરાજય થયો છે, શિક્ષણનો પરાજય થયો છે, મહિલાઓના સન્માનનો પરાજય થયો છે. સમાન્ય જનતા સાથે જોડાયેલા મુદ્દાનો પરાજય થયો છે. ભાારતની જનતાનો પરાજય થયો છે. વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું કે કોંગ્રેસના તમામ કાર્યકરોએ જોરદાર લડાઇ આપી છે. આપણે લડીશું અને જીતીશું.

— Hardik Patel (@HardikPatel_) May 23, 2019

— Hardik Patel (@HardikPatel_) May 23, 2019

 

 

ગુજરાતમાં પાટીદાર આંદોલન જેવા અનેક આંદોલનની અસર પણ ભારતીય જનતાને થઇ નથી. ગુજરાતના વિધાનસભા ઇલેક્શન દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને જોરદાર ફાયદો કરવ્યો હતો અને પણ લોકસભામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલનો કોઇ પ્રકારનો પ્રભાવ જોવા મળ્યો નહિ. અને ફરીએક વાર મોદી લહેરની જેમ ભારતીય જનતા પાર્ટી વિજય તરફ કુચ કરી રહી છે. હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણીમાં વિજયી થનાર તમામ ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news