LokSabha Election Results 2019 :સમગ્ર દેશ નમો નમ: રાહુલનો હારનો સ્વિકાર કર્યો

 Election Results 2019 Updates: લોકસભાની 543 માંથી 542 સીટો પર થયેલા મતદાન બાદ મતગણતરી (Election Result)ચાલી રહી છે. 

LokSabha Election Results 2019 :સમગ્ર દેશ નમો નમ: રાહુલનો હારનો સ્વિકાર કર્યો

નવી દિલ્હી : Election Results 2019 Updates: લોકસભાની 543 માંથી 542 સીટો પર થયેલા મતદાન બાદ મતગણતરી (Election Result)ચાલી રહી છે. અત્યાર સુધી જોવા મળી રહેલા વલણમાં એનડીએ ઘણુ આગળ જોવા મળી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પાછી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીની અમેઠી સીટ પણ ખતરામાં જોવા મળી રહી છે. અહીં સ્મૃતી ઇરાની તેને ટફ ફાઇટ આપી રહી છે. બીજી તરફ યુપીમાં સપા - બસપા અને રાલોદના ગઠબંધનની ફોર્મ્યુલા પણ સંપુર્ણ નિષ્ફળ રહી છે. બિહારમાં કોંગ્રેસ-આરજેડી સંપુર્ણ નષ્ટ થતું જોવા મળી રહ્યું છે. 

સાતતબક્કામાં થયેલ લોકસભા ચૂંટણી 2019  (LokSabha Election Results 2019)ની મતગણતરી ચાલી રહી છે. દેશની 542 સીટો પર થયેલા મતદાનમાં ભાજપ 344 સીટો પર આગળ, કોંગ્રેસ 89 સીટો પર જ્યારે અન્ય 109 સીટો પર આગળ છે. શરૂઆતી વલણથી જ ભાજપ સમગ્ર દેશમાં આગળ રહ્યું છે, જ્યારે કોંગ્રેસ સ્થાનિક પક્ષો કરતા પણ પાછળ ધકેલાઇ ચુક્યું છે. વારાણસી સીટથી વડાપ્રધાન મોદી પોતાનાં પ્રતિદ્વંદી ઉમેદવારોથી આગળ ચાલી રહ્યા છે. સવારે સાડા દસ વા્ગાય સુધી હિંદીભાષી રાજ્યોની તમામ સીટોનું વલણ સામે આવી ચુક્યું છે. આ તમામ સીટોમાં ભાજપ સતત આગળ વધી રહ્યું છે. 

ગડકરીની ફ્લાઇટ ખરાબ હવામાનના કારણે ડાયવર્ટ
ખરાબ હવામાનના કારણે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુર - દિલ્હી ફ્લાઇટ લખનઉ ડાયવર્ટ કરવામાં આવી હતી. 

દિગ્વિજય સિંહે હાર સ્વિકારી, પ્રજ્ઞાસિંહને શુભેચ્છા પાઠવી
ભોપાલ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહે પરાજયનો સ્વિકાર કર્યો. ભાજપના સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને તેમણે શુભકામનાઓ પાઠવી હતી. 

4.75 લાખ મત સાથેવડાપ્રધાન મોદીએ વારાણસીથી જીત પ્રાપ્ત કરી.
વડાપ્રધાન મોદીને કુલ 6,68,767 મત મળ્યા હતા. આ સાથે જ વડાપ્રધાન મોદીએ 4,75,169 મતના અંતરથી જીત પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત 193598 મત મેળવીને ગઠબંધનના શાલિની યાદવ બીજા નંબર પર રહ્યા. 151772 મત સાથે કોંગ્રેસના અજય રાય ત્રીજા નંબર પર રહ્યા. નોટા પર પણ 3983 મત પડ્યા હતા.

પ્રિયંકા ગાંધીએ પરાજયનો સ્વિકાર કર્યો
કોંગ્રેસના ઉત્તરપ્રદેશ પુર્વના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, અમે પરાજયનો સ્વિકાર કરીએ છીએ. લોકો લાગણીનો સ્વિકાર કરવાની સાથે હું ભાજપ કાર્યકર્તાઓ અને વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવું છું.

PM મોદીએ નામ આગળથી ચોકીદાર હટાવ્યું
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ પોતાનાં નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવી રહ્યા છે. ચોકીદાર ભાવના જીવંત જ રહેશે. જો કે હવે ઔચિત્ય પુર્ણ થયું હોવાનાં કારણે તેઓ પોતાનાં નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવી રહ્યા છે. આ સાથે જ તેમણે પોતાનાં તમામ નેતાઓને પણ ચોકીદાર શબ્દ હટાવવા માટે અપીલ કરી હતી.

ઉર્મિલા માતોડકરે શેટ્ટીને શુભેચ્છા પાઠવવા સાથે ઇવીએમને ભાંડ્યું
મુંબઇ નોર્થ સીટથી કોંગ્રેસી ઉમેદવાર ઉર્મિલા મોતોડકરે ભાજપ ઉમેદવાર ગોપાલ શેટ્ટીને શુભેચ્છા પાઠવી હતી. તેણે કહ્યું કે, હું ગોપાલ શેટ્ટીને શુભકામના પાઠવું છું. અમે ઇવીએમમાં અનેક પ્રકારની ખરાબી હતી. અમે આ અંગે અહેવાલ તૈયાર કરી રહ્યા છીએ. જેને ચૂંટણી પંચને સોંપીશું.

રાહુલ ગાંધીએ પરાજય સ્વિકાર્યો, સ્મૃતિને શુભકામના પાઠવી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીમાં પોતાની હારનો સ્વિકાર કર્યો હતો. તેમણે સ્મૃતી ઇરાનીને શુભકામના આપતા કહ્યું કે અમેઠીની જનતાએ આપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તમે તેમનો ખ્યાલ રાખજો.

આરએસએસના સરકાર્યવાહકે પાઠવી શુભેચ્છા
આરએસએસના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ ભાજપને મળેલી અભુતપુર્વ જીત માટે શુભકામના પાઠવી હતી. રાષ્ટ્રીય શક્તિઓના વિજય અંગે દેશની તમામ જનતાને શુભકામના પાઠવી હતી. 

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને શુભકામના પાઠવી
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે, ભારતમાં અભુતપુર્વ વિજય પ્રાપ્ત કરવા માટે નરેન્દ્ર મોદીને શુભકામના. આગામી સરકાર પાકિસ્તાન સાથે મળીને ઘણુ સારુ કરવા માટે તત્પર છે.

આસનસોલથી બાબુલ સુપ્રિયો જીત્યા
પશ્ચિમ બંગાળના આસનસોલથી બાબુલ સુપ્રીયો જીતી ચુક્યા છે. બાબુલે 139104 મતોથી ટીએમસી ઉમેદવાર મુનમુનન સેનને હરાવ્યા છે. બાબુલ સુપ્રીમો સતત બીજી વખત જીતી ચુક્યા છે

વાયનાડથી ઐતિહાસિક જીત તરફ રાહુલ ગાંધી
અમેઠીમાં જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જીત પર સંકટના વાદલો છવાયેલા છે. બીજી તરફ કેરળની વાયનાડ સીટ પર તે રેકોર્ડ મત સાથે આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધી થયેલી ગણત્રી અનુસાર રાહુલ 8,38,371 મતથી આગળ ચાલી રહ્યા છે, જે અત્યાર સુધીનાં ઇતિહાસની સૌથી મોટી લીડ છે

કનૈયા કુમારે કહ્યું હું લુઝર નહી
બિહારનાં બેગુસરાય સીટ પરથી પરાજીત થવાની અણીએ ઉભેલ કનૈયા કુમારે નવી સરકારને શુભેચ્છા પાઠવી હતી. પોતાની હાર અંગે કનૈયારએ કહ્યું કે, તેમની પાસે ગુમાવવા માટે કશું જ નથી. વડાપ્રધાન મોદી અંગે કનૈયાએ કહ્યું કે, તેમને કોઇ અંગત સમસ્યા નથી અને હું આશા વ્યક્ત કરુ છું કે આ વખતે તેઓ વાતો નહી પરંતુ કામ કરશે. રાજનીતિમાં સક્રિયતા અંગે કનૈયાએ કહ્યું કે, હું રાજનીતિમાં સક્રિય રહીશ અને સામાજિક કાર્યકર્તા રહીશ.

અમિત શાહની સાડા પાંચ લાખ સીટથી જીત
ગુજરાતનાં ગાંધીનગર લોકસભા સીટથી ભાજપ અધ્યક્ષ અમિત શાહે 5.5 લાખથી વધારે મતથી જીત પ્રાપ્ત કરી હતી. તેણે કોંગ્રેસનાં ઉમેદવાર સી.જે ચાવડાને હરાવ્યા હતા.

ગંભીરનું વ્યંગાત્મક ટ્વીટ
પૂર્વી દિલ્હીથી ભાજપ ઉમેદવાર ગૌતમ ગંભીરે પોતાની જીતને જોતા ખુબ જ રોચક રીતે ટ્વીટ કર્યું. તેમણે લખ્યું ન તો આ લવલી કવર ડ્રાઇવ છે અને ન તો આતિશી બેટિંગ. આ ભાજપની ગંભીર વિચારધારા છે જેને લોકોનું સમર્થન મળ્યું. 

— Chowkidar Gautam Gambhir (@GautamGambhir) May 23, 2019

વડાપ્રધાન મોદીએ બે ભાવિ મુખ્યમંત્રીઓને શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન મોદીએ આંધ્રપ્રદેશની વિધાનસભામાં જીત પ્રાપ્ત કરનાર જગન મોહન રેડ્ડી અને ઓરિસ્સા વિધાનસભા જીતનાર નવીન પટનાયકને શુભેચ્છા પાઠવી હતી. 

ભાજપના વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ટ્વીટ કરીને શુભકામના પાઠવી
ચૂંટણીમાં ભાજપની અભૂતપૂર્વ જીત માટે નરેન્દ્ર ભાઇ મોદીને શુભકામનાઓ પાઠવુ છું. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટી કાર્યકર્તાઓએ પાર્ટીને સંદેશ દરેક પ્રકારનાં મતદાતા સુધી પહોંચવામાં મહત્વની ભુમિકા નિભાવી છે. 

રાજ્યસભા સાંસદ સુભાષચંદ્રાએ પાઠવી શુભકામના
રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ વડાપ્રધાન મોદીને અભુતપુર્વ જીત બદલ શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે તેમણે જીતનારા દરેક ઉમેદવારોને પણ શુભકામનાઓ પાઠવી હતી. 

— Subhash Chandra (@subhashchandra) May 23, 2019

પંજાબના મુખ્યમંત્રીનો સિદ્ધુ પર વ્યંગ
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનું નવજોત સિંહ સિદ્ધુ પર વ્યંગ ભારતમાં જે લોકો આ વાત ક્યારે પણ સ્વિકાર નહી કરે તો કોઇ પાકિસ્તાની આર્મી ચીફને ગળે મળે. 

— ANI (@ANI) May 23, 2019

સમર્થકો વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહ
દિલ્હીમાં ભાજપ મુખ્યમથક ખાતે અમિત શાહ પહોંચ્યા હતા. ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ પક્ષ અને સાથી પક્ષો સાથેના ગઠબંધનને અભુતપુર્વ જીત પ્રાપ્ત કરાવ્યા બાદ કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલયની બહાર સમર્થકોના ટોળા. 

— ANI (@ANI) May 23, 2019

અલહાબાદમાં રીતા બહુગુણા જોશી આગળ
અલહાબાદ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર ડૉ. રીતા બહુગુણા જોશી 104823 મતથી આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધી રીટા બહુગુણા જોશીને 288922 મત જ્યારે ગઠબંધન ઉમેદવાર રાજેન્ત્રસિંહ પટેલને 184099 મત મળ્યા છે. 

વારાણસીમાં મોદી ઐતિહાસિક જીત તરફ અગ્રેસર
વારાણસીમાં 23મા રાઉન્ડની ગણત્રી બાદ વડાપ્રધાન મોદી ગઠબંધન ઉમેદવાર શાલિની યાદવથી 3.85 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી ગત્ત જીતનો રેકોર્ડ તોડવા તરફ અગ્રેસર છે. તેમણે 2014ની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને 3.71 લાખ મતથી હરાવ્યા હતા. 

મુખ્યમંત્રી યોગીએ આપી શુભકામના
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપની જીત માટે વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને જીતની શુભકામનાઓ પાઠવી છે. યોગીએ કહ્યું કે, આ ઐતિહાસિક છે અને ભાજપ પહેલીવાર 300 પારના આંકડે પહોંચી છે. 
મહેશ શર્માની 1 લાખથી વધારે મતોની લીડ
ગૌતમબુદ્ધ નગર સીટ પર ભાજપનાં ડૉ. મહેશ શર્મા ફરીએકવાર જીત તરફ આગળ વધી રહ્યા છે. શર્મા અત્યાર સુધી 3,65,928 મત મળ્યા છે, જ્યારે ગઠબંધન ઉમેદવાર સતબીર નાગરને 2,54,979 મત મળ્યા છે. આ પ્રકારે મહેશ શર્મા હાલ 1 લાખથી વધારે મતથી આગળ ચાલી રહ્યા છે. 
અરૂણ જેટલીના ઘરે પહોંચ્યા શાહ
ભાજપ અધ્યક્ષ અમિત શાહ અરૂણ જેટલીને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. 
કન્નોજથી ડિંપલ યાદવ પાછળ
કન્નોજની લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટી ઉમેદવાર પ્રમુખની પત્ની ડિંપલ યાદવ આશરે 6 હજાર મતોથી પાછળ ચાલી રહ્યા છે. 
7 રાઉન્ડ પછી પણ સ્મૃતિ ઇરાની આગળ
અમેઠીમાં સ્મૃતિ ઇરાનીની લીડ યથાવત્ત છે. સાત તબક્કાની મતગણતરી બાદ તેઓ રાહુલ ગાંધીને 10,200 મતોથી આગળ ચાલી રહ્યા છે અને આ પ્રકારે દરેક રાઉન્ડના કાઉન્ટિંગ બાદ રાહુલ ગાંધી સામે પડકાર પેદા થતો જાય છે. 

ચીનના રાષ્ટ્રપતિએ પણ પાઠવી શુભકામના
ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગે વડાપ્રધાન મોદીને અભુતપુર્વ બહુમતી બદલ શુભકામના પાઠવી હતી.
જાપાનનાં વડાપ્રધાન શિંજો આબેએ પણ વડાપ્રધાન મોદીને કર્યો ફોન
જાપાનનાં વડાપ્રધાન શિંજો આબેએ વડાપ્રધાન મોદીને ફોન કરીન ભાજપને શુભકામનાઓ પાઠવી હતી. 
અમિત શાહે ટ્વીટ કરીને વ્યક્ત કર્યો આભાર
જન જનનાં વિશ્વાસ અને અભૂતપૂર્વ વિકાસનું પ્રતિક મોદી સરકાર બનાવવા માટે ભારતની જનતાને કોટિ કોટિ નમન. તમામ દેશવાસીઓને શુભકામનાઓ.- અમિત શાહ

આ જીત સમગ્ર ભારતની જીત છે. દેશનાં યુવા, ગરીબ, ખેડૂતની આશાઓની જીત છે. આ ભવ્ય વિજય વડાપ્રધાન મોદીનાં પાંચ વર્ષનાંવિકાસ અને મજબુત નેતૃત્વમાં જનતાનાં વિશ્વાસની જીત છે. હું ભાજપના કરોડો કાર્યકર્તાઓ અને નરેન્દ્રમોદીને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું - અમિત શાહ

પોતાના અથાક પરિશ્રમથી દેશનાં દરેક બુથ પર ભાજપને મજબુત કરીને મોદી સરકાર ને મજબુત બનાવનારા ભાજપનાં કરોડો કર્મઠ કાર્યકર્તાઓને ઐતિહાસિક વિજયની શુભકામનાઓ - અમિત શાહ

ભાજપની જીત અંગે બોલ્યા મોદી ફરી ભાજપની જીત
બધાનો સાથ+ બધાનો વિકાસ+ બધાનો વિશ્વાસ = વિજયી ભારત.
આ પરિણામ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા દુષ્પ્રચાર, ખોટા, વ્યક્તિગત આક્ષેપ અને આધારહીન રાજનીતિની વિરુદ્ધ ભારતનો જનાદેશ છે. ભારતની જનતા દેશમાંથી જાતીવાદ, પરિવારવાદ અને તૃષ્ટીકરણને સંપુર્ણ ઉખેડી ફેંકીનેવ વિકાસવાદ અને રાષ્ટ્રવાદની પસંદગી કરી છે. ભારતને નમન 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુલાકાત
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત યોજી હતી. હાલમાં જે પ્રકારનું કોંગ્રેસનો રકાસ જોવા મળી રહ્યો છે તેને જોતા કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે

— ANI (@ANI) May 23, 2019

સ્મૃતિ ઇરાનીની લીડમાં વધારો
અમેઠીમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની વચ્ચેનો મુકાબલો રસપ્રદ થતો જાય છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આ પરંપરાગત સીટ પર હવે ખતરો જોવા મળી રહ્યો છે. ચાર રાઉન્ડ બાદ સ્મૃતિ ઇરાની હાલ 8733 મતથી આગળ છે. 

ભાજપથી પાછળ કેસીઆરની પુત્રી
તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની પુત્રી પણ પાછળ જોવા મળી રહી છે. કેસીઆરની પત્રી કવિતા પણ ભાજપ ઉમેદવાર અરવિંદ ધર્મપુરીથી 37013 મતોથી પાછળ ચાલી રહી છે. 

મમતા બેનર્જીએ પણ ટ્વીટ કરીને શુભકામના પાઠવી
મમતા બેનર્જીએ પણ વલણ સ્પષ્ટ થયા બાદ વડાપ્રધાન મોદીને શુભકામનાઓ પાઠવી હતી. મમતા બેનર્જીએ ટ્વીટ કરતા લખ્યું કે, જીતનારાઓને અભિનંદન. પરંતુ પરાજીત થનારા હંમેશા માટે પરાજીત નથી. અમે અમારી હારનાં કારણોનો ગહન અભ્યાસ કરીશું અને તેનું પરિણામ પણ તમારી સૌની સાથે જરૂર શેર કરીશું. હાલ તો મતગણત્રી સંપુર્ણ થઇ જવા દઇએ અને વીવીપેટ મેચ થાય તે પણ જરૂરી છે.

— Mamata Banerjee (@MamataOfficial) May 23, 2019

વલણમાં ભાજપને જોવા મળતી સ્પષ્ટતી બહુમતી બાદ દેશ જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં પણ વડાપ્રધાન મોદીને શુભકામનાઓ મળી રહી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ વડાપ્રધાન મોદીને શુભકામનાઓ આફી અને કહ્યું કે, શાનદાર જીતની શુભકામના !અમે તમારી સાથે મળીને કામ કરવા માટે તત્પર છીએ. 

— ANI (@ANI) May 23, 2019

ઇઝરાયેલના વડાપ્રધાને પણ પાઠવી શુભકામના
ઇઝરાયેલનાં વડાપ્રધાન બેજામિન નેતાન્યાહૂએ વડાપ્રધાનમોદીને શુભકામના ઓ પાઠવી હતી. તેમણે લખ્યું કે, તેઓ ભારત અને ઇઝરાયેલની વચ્ચે રિશ્તાઓ સાથે એવી જ મજબુત સરકારો બનાવતા રહીશું. 

— ANI (@ANI) May 23, 2019

17મી લોકસભા માટે યોજાયેલી 2019ની લોકસભા ચૂંટણીનું પરિણામ 7 તબક્કાના મતદાન પછી આજે સવારે 23 મેના રોજ 8 કલાકે મતગણતરીની શરૂઆત થશે અને  અડધા કલાકના અંદર જ ટ્રેન્ડ દેખાવાનો શરૂ થઈ જશે અને પછી તેના થોડા સમયમાં પરિમામ આવવા લાગશે. લોકસભાની 542 સીટ પર 8,000થી વધુ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી અને આ વખતે અત્યાર સુધીનું સૌથી વધુ 67.11 ટકા મતદાન નોંધાયું હતું. 90.99 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે ભારતની લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ સખ્યા હતી. આ વખતે લોકસભાનું પરિણામ મોડી સાંજ સુધીમાં સ્પષ્ટ થાય તેવી સંભાવના છે, કારણ કે, આ વખતે પ્રથમ વખત EVM મશીનની સાથે વોટર-વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલ સ્લીપ (VVPAT)ની પણ સરખામણી થવાની છે.  

સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી
ચૂંટણી પંચ દ્વારા સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે ડ્યૂટી પર તહેનાત મતદારો (સર્વિસ વોટર્સ)ની સંખ્યા લગભગ 18 લાખ છે. જેમાં સશસ્ત્ર દળો, સેન્ટ્રલ પોલીસ ફોર્સ અને રાજ્ય પોલીસ ફોર્સના જવાનો સામેલ છે જે પોતાના સંસદીય મતવિસ્તારથી બહાર તહેનાત છે. વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પદસ્થ રાજનયિક અને કર્મચારીઓ પણ સેવા મતદારો છે. આ 18 લાખ રજિસ્ટર્ડ મતદારોમાંથી 16.49 લાખ મતદારોએ 17મી મેના રોજ પોતાના રિટર્નિંગ અધિકારીઓને પોસ્ટ દ્વારા મતપત્ર મોકલી દીધો હતો.  

વલણમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ ભાજપ મુખ્યમથકની સુરક્ષા વધારી દેવાઇ છે. વીઆઇપી મૂવમેન્ટના કારણે ભાજપ મુખ્યમથકી તરફથી જનારા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર અંતિમ પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ બપોરે 2 વાગ્યે ભાજપ મુખ્યમથક જશે. વડાપ્રધાન મોદી મુખ્યમથકમાં ભાજપ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. બીજી તરફ સંસદીય બોર્ડની બેઠકનું પણ આયોજન થઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news