પાટીદારોની પત્રિકા કાંડમાં ધાનાણી કેમ ભરાયા? CCTV જાહેર થયા બાદ બીજા દિવસે સૌથી મોટો ધડાકો

Rajkot Patiar Patrikakand: રાજકોટ ભાજપ દ્વારા પત્રિકા વહેંચાનારાના સીસીટીવી જાહેર કર્યા બાદ બીજા જ દિવસે આ સૌથી મોટો ધડાકો થયો છે..હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.. કેમ કે, આ મામલે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી સામે આવી છે. 

પાટીદારોની પત્રિકા કાંડમાં ધાનાણી કેમ ભરાયા? CCTV જાહેર થયા બાદ બીજા દિવસે સૌથી મોટો ધડાકો

Rajkot Patiar Patrikakand: રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ સૌથી મોટો કોઈ ચર્ચાનો મુદ્દો હોય તો એ પત્રિકા કાંડ છે. જી હાં, લેઉવા પટેલ વિશે વાયરલ થયેલી પત્રિકામાં હવે કોંગ્રેસના ઉમેદવારના ભાઈની સંડોવણી સામે આવી છે. રાજકોટ ભાજપ દ્વારા પત્રિકા વહેંચાનારાના સીસીટીવી જાહેર કર્યા બાદ બીજા જ દિવસે આ સૌથી મોટો ધડાકો થયો છે..

એક દિવસ પહેલાં એટલે કે, 4 તારીખના રોજ રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા આ સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે છે. જેમાં કેટલાક લોકો રાતના સમયમાં પત્રિકાઓ વહેંચતા દેખાય રહ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા એવો આરોપ લગાવવામાં આવે છેકે, પત્રિકા વહેંચનારા આ શખ્સો કોંગ્રેસના કાર્યકરો છે અને આ પત્રિકા બીજી કોઈ નહીં પરંતુ, લેઉવા અને કડવા પટેલમાં વેર ઊભો કરવાની કરતૂત છે. જોકે, ભાજપ દ્વારા આ ખુલાસાના એક જ દિવસ બાદ સૌથી મોટો ધડાકો થયો. હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.. કેમ કે, આ મામલે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી સામે આવી છે. 

પત્રિકા વિતરણનાં સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ પોલીસે કોંગ્રેસના 4 યુવા પાટીદાર કાર્યકરોની ધરપકડ કરી લીધી.. આ કાંડમાં સંડોવાયેલા શરદ ધાનાણીને પકડવા શહેર પોલીસની ટીમે કવાયત શરૂ કરી છે.. ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીને ઝડપવા માટે પોલીસે દરોડા પાડ્યા છે.. આ સમગ્ર કાંડમાં પરેશ ધાનાણીનાં ભાઈ શરદ ધાનાણીની ધરપકડ થઈ શકે છે.. ત્યારે આ મામલે હવે પરેશ ધાનાણીની મુશ્કેલી વધી શકે છે.

પત્રિકા વાયરલ થયા બાદ ભાજપે આ મુદ્દાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. રાજકોટ જિલ્લા ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર ખોડલધામને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. જોકે, કોંગ્રેસ દ્વારા આ પત્રિકાને પરિચય પત્રિકા ગણાવવામાં આવી રહી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યુ કે, કોંગ્રેસને બદનામ કરવાનું આ કાવતરું છે. રાજકોટમાં ભાજપે આ મામલે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. લેઉવા-કડવા પટેલ વચ્ચે વેમનસ્ય ફેલાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો, સોશિયલ મીડિયાનાં માધ્યમથી વૈમનસ્ય ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જોકે, હવે પત્રિકા કાંડમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના જ ભાઈની સંડોવણી બહાર આવતા આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક માટે આ પત્રિકા વિવાદ કોંગ્રેસને કેટલો નડતરરૂપ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news