Tejas First Look: એરફોર્સ પાયલોટના અવતારમાં ધાકડ જોવા મળી કંગના રનૌત, છવાઇ ગયો અંદાજ

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) હવે વધુ એક ધાકડ અવતારામાં સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. કંગના રનૌત (Kangana Ranaut)ની અપકમિંગ ફિલ્મ 'તેજસ (Tejas)'નો FIRST LOOK સામે આવી ગયો છે. ફિલ્મનો FIRST LOOK આવતાં જ કંગનાના ફેન્સે તેને વાયરલ કરવાનું શરૂ કરી દીધું છે. 

Tejas First Look: એરફોર્સ પાયલોટના અવતારમાં ધાકડ જોવા મળી કંગના રનૌત, છવાઇ ગયો અંદાજ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) હવે વધુ એક ધાકડ અવતારામાં સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. કંગના રનૌત (Kangana Ranaut)ની અપકમિંગ ફિલ્મ 'તેજસ (Tejas)'નો FIRST LOOK સામે આવી ગયો છે. ફિલ્મનો FIRST LOOK આવતાં જ કંગનાના ફેન્સે તેને વાયરલ કરવાનું શરૂ કરી દીધું છે. 

આ આગામી ફિલ્મમાં કંગના રનૌત (Kangana Ranaut) પહેલીવાર એરફોર્સ પાયલોટના અવતારમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડ કરી રહ્યા છે અને તેને રોની સ્ક્રૂવાલા તેને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. પરંતુ ફિલ્મની રિલીઝને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી. જુઓ આ જોરદાર અંદાજ.... 

ફિલ્મ 'તેજસ'ના LOOK વિશે વાત કરીએ તો તેમાં કંગના રનૌત સંપૂર્ણપણે એરફોર્સ પાયલોટ જોવા મળી રહી છે. તે હાથમાં હેલમેટ લઇને આત્મવિશ્વાસ અને જોશથી ભરેલી જોવા મળી રહી છે. ફોટામાં તેમની પાછળ જેટ ફાઇટર પ્લેન જોવા મળી રહ્યું છે.   

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

કંગના રનૌતની ટીમે ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, 'યૂનિફોર્મમાં તમામ બહાદુર દિલ અને મજબૂત મહિલાઓ માટે જે આપણા દેશ માટે દિવસરાત ન્યૌછાવર કરી દે છે.. હવે કંગના પણ પોતાની ફિલ્મ તેજસમાં એરફોર્સમાં પાયલોટની ભૂમિકા ભજવતી જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news