કચ્છમાં સ્ટ્રોબેરીની ખેતીથી દેશભરમાં આશ્ચર્ય જગાડનાર ખેડૂતની વધુ એક કમાલ, અશક્ય વાતને શક્ય કરી દેખાડી

 Kutch Progressive farmer: દેશના ખેડૂતો આજકાલ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. કચ્છના ખેડૂતોએ અગાઉ સૌપ્રથમ વખત ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીનું સફળ વાવેતર અને ઉત્પાદન કર્યું હતું અને હવે વિદેશમાં ખાસ કરીને સલાડમાં ઉપયોગી થતાં એક્સોટિક વેજીટેબલનું કચ્છ જિલ્લામાં સૌપ્રથમ વાર સફળ ઉત્પાદન કર્યું છે.

કચ્છમાં સ્ટ્રોબેરીની ખેતીથી દેશભરમાં આશ્ચર્ય જગાડનાર ખેડૂતની વધુ એક કમાલ, અશક્ય વાતને શક્ય કરી દેખાડી

ઝી ન્યૂઝ/કચ્છ: વિદેશમાં ઉત્પાદિત થતાં પાકોનું એક પ્રગતિશીલ ખેડૂતે કચ્છમાં ઉત્પાદન કર્યું છે. ભુજ તાલુકાના રેલડી ગામના ખેડૂત હરેશભાઈ ઠક્કર અને કપિલભાઈ દૈયાએ 3 એકર જમીનમાં એક્સોટિક વેજીટેબલનું સફળ ઉત્પાદન કર્યું છે. ખેડૂતો આજકાલ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. અગાઉ સ્ટ્રોબેરીના સફળ વાવેતર અને ઉત્પાદન બાદ હવે એક્સોટિક વેજીટેબલનું પણ ઉત્પાદન કરાયું છે. આશાપુર વી ફાર્મ ખાતે જીમ શોખીન અને ડાયટ ફોલો કરતાં લોકો માટે સલાડ ઉપયોગી શાકભાજીનું સફર વાવેતર અને ઉત્પાદન કરાયું છે. આ તમામ એક્સોટિક વેજીટેબલ છે તે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થાય છે. આ એક્સોટિક વેજીટેબલ ગુજરાતના મેટ્રો સિટીમાં મોકલવમાં આવે છે. એક્સોટિક વેજીટેબલની હાલ સારી એવી માગ થઈ રહી છે. કચ્છના ખેડૂતોએ કરેલી આ ખેતીની રાજ્ય અને કેન્દ્ર સરકાર નોંધ લઈ રહ્યા છે. અન્ય ખેડૂતો પણ આ ખેડૂત પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે.

દેશના ખેડૂતો આજકાલ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. કચ્છના ખેડૂતોએ અગાઉ સૌપ્રથમ વખત ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીનું સફળ વાવેતર અને ઉત્પાદન કર્યું હતું અને હવે વિદેશમાં ખાસ કરીને સલાડમાં ઉપયોગી થતાં એક્સોટિક વેજીટેબલનું કચ્છ જિલ્લામાં સૌપ્રથમ વાર સફળ ઉત્પાદન કર્યું છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતે કચ્છ જેવા રણ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને અશક્ય વાતને શક્ય કરી બતાવ્યું છે. કચ્છમાં ડ્રેગન ફ્રૂટ, સફરજન, સ્ટ્રોબેરી સહિતના ફળોના સફળ વાવેતર બાદ ભુજ તાલુકાના રેલડી ગામના ખેડૂત હરેશભાઈ ઠકકર અને કપિલભાઈ દૈયાએ 3 એકરમાં એક્સોટિક વેજીટેબલનું સફળ ઉત્પાદન કર્યું છે.

કચ્છમાં ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાઠું કાઢયું હોય તેમ વિદેશમાં ઉત્પાદિત થતાં પાકોનું કચ્છમાં ઉત્પાદિત કરી રહ્યા છે. ઠંડા અને પર્વતીય સ્થળોએ પરંપરાગત રીતે ખીલતું ફળ સ્ટ્રોબેરી કચ્છના શુષ્ક ભૂપ્રદેશમાં પણ ઉત્પાદીત થઈ રહ્યું છે. ઉપરાંત ભુજ તાલુકાના રેલડી ગામે વાડી વિસ્તાર ધરાવતા હરેશભાઈ ઠક્કર અને તેમના પાર્ટનર કપિલભાઈ દૈયાએ વિદેશમાં દરેક સમયે ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતાં સલાડના વેજીટેબલનું ઉત્પાદન કર્યું છે. 3 એકરમાં દરેક એક્સોટિક વેજીટેબલના 5000- 5000 જેટલા રોપાઓનું સફળ ઉત્પાદન કરવામાં આવ્યું છે.

આશાપુરા વી ફાર્મ ખાતે જીમ શોખીનો તેમજ ડાયટ ફોલો કરતા લોકો માટે સલાડમાં ઉપયોગી એવા white cauliflower, yellow cauliflower, purple cauliflower, lettuce, broccoli, basil, red cabbage, Chinese cabbage, seleri વગેરેનું સફળ વાવેતર તેમજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ બધા ઉત્પાદનોથી શારીરિક ક્ષમતામા વધારો થાય છે, પાચનતંત્ર મજબૂત થાય છે, વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે, શરીરને પૂરતા પોષકતત્ત્વો મળે છે.

છેલ્લાં 2 વર્ષોથી ચાલી રહેલા કોરોના કાળમાં લોકોની શારીરિક ક્ષમતામાં ઘટાડો થયો છે તેમજ કોરોના કાળમાં લોકો શરીરમાં ઇમ્યુનિટી વધારવા માટે પૂરતા પોષકતત્ત્વો મળી રહે તે માટે આવા વેજીટેબલનું ઉપયોગ વધારે કરી રહ્યા છે અને બજારમાં પણ આજકાલ આવા એક્સોટિક વેજીટેબલની માંગ પણ વધી ગઈ છે.

આ તમામ એક્સોટિક વેજીટેબલ છે તે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે કારણ કે આ તમામ ઉત્પાદનોમાં જો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો તે લોકો માટે ફાયદાકારક રહેતું નથી.મુખ્યત્વે લોકો આ વેજીટેબલ તંદુરસ્તી વધારવા માટે ઉપયોગમાં લેતા હોય છે, માટે આ વેજીટેબલમાં કોઈ પણ પ્રકારના નુકસાનકારક તત્વો ના હોવા જોઈએ. જેથી કરીને આ પાકો પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત કરવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીમાં પાણી, દેશી ગાયના ગોબર, ગોળ, ગૌમુત્ર, બેસન અને વડ કે પીપળના ઝાડની નીચેની માટી તથા કેળાંના ફૂલના મિશ્રણ દ્વારા બનાવવામાં આવતા જીવામૃત દ્વારા આ એક્સોટિક વેજીટેબલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

કચ્છમાં એક્સોટિક વેજીટેબલની માંગ પ્રમાણમાં ઓછી રહે છે. જેથી માત્ર સદ્ધર વર્ગના લોકો આ એક્સોટિક વેજીટેબલ ખરીદે છે અને અવારનવાર આ વેજીટેબલની માંગ કરે છે.ઉપરાંત જીમમાં બોડી બનાવવા જતાં લોકો પણ આની માંગ કરતા હોય છે. આ ઉપરાંત આ એક્સોટિક વેજીટેબલ ગુજરાતના મેટ્રો સિટીમાં પણ મોકલવામાં આવે છે.આ એક્સોટિક વેજીટેબલના ઉત્પાદનનું કચ્છમાં સારો પ્રતિસાદ મળ્યો છે અને હાલમાં પણ પ્રમાણમાં ખૂબ સારી માંગ રહે છે. આ એક્સોટિક વેજીટેબલની કિંમતની વાત કરવામાં આવે તો white yellow અને purple Cauliflowerની 1 કિલોની કિંમત 100 રૂપિયા છે તો Chinese cabbage ના એક કિલોની કિંમત 100 રૂપિયા તથા Broccoli નો ભાવ 50 રૂપિયા Basil ની કિંમત 500 રૂપિયે કિલો, Red cabbage ની કીમત કિલોદીઠ 50 રૂપિયા તથા lettuce જેનો ઉપયોગ મુખ્યત્વે બર્ગર માટે થતો હોય છે તેની કિંમત 200 રૂપિયે કિલો છે

પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત થતાં પાકોની નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી
ઉલ્લેખનીય બાબત એ છે કે કચ્છના ખેડૂતો દ્વારા થતા પ્રાકૃતિક ખેતીના માધ્યમથી થતાં ઉત્પાદિત પાક અંગે ન માત્ર રાજ્ય સરકાર પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પણ નોંધ લેવાઈ છે અને હાલમાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પણ આ વાડીની મુલાકાત લીધી હતી અને વાડીમાં થતાં વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું હતું.

આમ, કચ્છી ખેડૂતોએ હંમેશા પોતાના કોઠા સૂઝથી ખેતીમાં અનેક પ્રગતિ કરી છે અને હંમેશા કંઇક નવા પાકોનું સફળ વાવેતર અને ઉત્પાદન કરી બતાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news