પાકિસ્તાનનું ભરપૂર સમર્થન કરનારા આ દેશનું નામ જ બદલાઈ ગયું, જાણો કેમ લેવાયો નિર્ણય?
ભારતમાં જ્યાં શહેરો, રેલવે સ્ટેશનોના નામ બદલવાની પરંપરા ચાલી રહી છે ત્યાં આ મુસ્લિમ બહુમતીવાળા આ દેશનું તો નામ જ બદલાઈ ગયું. રેચપ તૈયપ એર્દોગને પોતાના દેશનું નામ બદલી નાખ્યું છે. તુર્કીને હવે તુર્કિયે (Turkiye) નામથી ઓળખવામાં આવશે. એટલે કે હવે તમામ પ્રકારના વેપાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રાજનયિક કાર્યો માટે તુર્કીની જગ્યાએ તુર્કિયે નામનો ઉપયોગ કરાશે.
Trending Photos
અંકારા: ભારતમાં જ્યાં શહેરો, રેલવે સ્ટેશનોના નામ બદલવાની પરંપરા ચાલી રહી છે ત્યાં આ મુસ્લિમ બહુમતીવાળા આ દેશનું તો નામ જ બદલાઈ ગયું. રેચપ તૈયપ એર્દોગને પોતાના દેશનું નામ બદલી નાખ્યું છે. તુર્કીને હવે તુર્કિયે (Turkiye) નામથી ઓળખવામાં આવશે. એટલે કે હવે તમામ પ્રકારના વેપાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રાજનયિક કાર્યો માટે તુર્કીની જગ્યાએ તુર્કિયે નામનો ઉપયોગ કરાશે.
રાષ્ટ્રપતિએ કરી હતી આ વાત
આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રેચપ તૈયપ એર્દોગને એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તેમણે દેશના આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત નામને તુર્કીથી બદલીને તુર્કિયેમાં ફેરવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તુર્કિયે શબ્દ તુર્કી રાષ્ટ્રની સંસ્કૃતિ, સભ્યતા અને મૂલ્યોને સારી રીતે દર્શાવે છે. આવામાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે એર્દોગનને દેશનું નામ બદલવાની કેમ જરૂર પડી?
આ દેશોએ પણ નામ બદલ્યા છે
હાલમાં જ નેધરલેન્ડે દુનિયામાં પોતાની છબી સરળ બનાવવા માટે હોલેન્ડ નામને હટાવી દીધુ હતું. આ અગાઉ મેસેડોનિયાએ ગ્રીસ સાથે એક રાજનીતિક વિવાદને કારણે નામ બદલીને ઉત્તર મેસેડોનિયા કરી દીધુ હતું. 1935માં ઈરાને પોતાનું નામ ફારસથી બદલ્યું હતું. પશ્ચિમી દેશોમાં ફારસ શબ્દનો ઉપયોગ થતો હતો. ફારસીમાં ઈરાનનો અર્થ પર્શિયન છે. તે સમયે એવું માનવામાં આવ્યું હતું કે સ્થાનિક રીતે ઉપયોગમાં લેવાતા નામથી જ બોલાવવું જોઈએ, કોઈ એવા નામથી નહીં જે બહારના લોકો જાણે છે.
તુર્કિયે નામ કેમ પસંદ કરાયું?
ટર્કિશ ભાષામાં તુર્કીને તુર્કિયે કહેવાય છે. 1923માં પશ્ચિમી દેશોના કબ્જામાંથી આઝાદ થયા બાદ તુર્કીને તુર્કિયે નામથી જ ઓળખવામાં આવ્યું હતું. સદીઓથી યુરોપીયન લોકોએ આ દેશને પહેલા ઓટોમન સ્ટેટ અને પછી તુર્કિયે નામથી સંબોધિત કર્યું. ત્યારબાદ તેને તુર્કી કહેવામાં આવતું અને તેને જ અધિકૃત નામ બનાવી દેવાયું. જ્યારે તજજ્ઞોનું કહેવું છે કે નામ બદલવું કોઈ અસામાન્ય વાત નથી. આ નિર્ણય દેશની બ્રાન્ડિંગ સાથે જોડાયેલો હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે