સોશિયલ મીડિયામાં ભાજપને ખુલ્લી ધમકી, કુંવરજી બાવળિયાનું મંત્રી પદ જોખમમાં મુકાતા કોળી સમાજ આવ્યો મેદાનમાં

ગુજરાતમાં ચાલી રહેલી નાવા મંત્રીમંડળની શપથવિધિની અટકળો વચ્ચે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેની અનેક ચર્ચાઓનો દોર જોવા મળી રહ્યો રહ્યો છે. ત્યારે આ ચર્ચાઓ વચ્ચે નો રિપીટ થિયરી સામે આવતા જૂના મંત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે

સોશિયલ મીડિયામાં ભાજપને ખુલ્લી ધમકી, કુંવરજી બાવળિયાનું મંત્રી પદ જોખમમાં મુકાતા કોળી સમાજ આવ્યો મેદાનમાં

ગૌરવ દવે/ રાજકોટ: ગુજરાતમાં ચાલી રહેલી નાવા મંત્રીમંડળની શપથવિધિની અટકળો વચ્ચે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેની અનેક ચર્ચાઓનો દોર જોવા મળી રહ્યો રહ્યો છે. ત્યારે આ ચર્ચાઓ વચ્ચે નો રિપીટ થિયરી સામે આવતા જૂના મંત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નો રિપીટ થિયરીને લઇને કુંવરજી બાવળિયાના સમર્થકો મેદાનમાં આવ્યા છે અને કુંવરજી બાવળિયાના સમર્થકોએ કોળી સમાજની બેઠક બોલાવી છે.

નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી લાગુ કરવાની વાત સામે આવી છે તેને લઇને કુંવરજી બાવળિયા નારાજ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સાથે પાટિદાર નેતૃત્વને લઇને ઓબીસી અને કોળી સમાજમાં પણ નેતૃત્વને લઇને ઉભા થયેલા જે સવાલો છે તે અંગે જૂનાગઢ અને જસદણથી સમર્થકો ગાંધીનગર જવા રવાના થયા છે. ગાંધીનગર ખાતે કુંવરજી બાવળિયાના નિવાસ સ્થાને બેઠકના દોર શરૂ થયા છે. 

તો બીજી તરફ જસદણ વીંછિયામાં કુંવરજી બાવળિયાના સમર્થકો વિરોધ કરી રહ્યા છે. કુંવરજી બાવળિયાનું કેબિનેટ મંત્રીનું પદ કપાશે તો તેને લઇને ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જસદણ વીંછિયામાં ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં ભાજપને જ ખુલ્લી ધમકી આપવામાં આવી છે. કુંવરજી બાવળિયાના ભત્રિજા અજય બાવળિયાએ જસદણમાં કોળી સમાજના બોર્ડિંગ ખાતે કોળી સમાજની મીટિંગ બોલાવી છે. જેના સ્ક્રિન શોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. 

આ સાથે જ જસદણ વીંછિયામાં ભાજપ સામે ભાજપનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કુંવરજી બાવળિયાને જ્યારે કેબિનેટ મંત્રીના પદને જોખમ છે, ત્યારે હવે કુંવરજી બાવળિયાને લઇને કોળી સમાજ મેદાનમાં આવ્યો છે. કુંવરજી બાવળિયાએ પણ સમાજને યાદ કર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અજય બાવળિયાએ સોશિયલ મીડિયામાં આ પ્રકારે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે અને તેના સ્ક્રિન શોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news