IPL 2021: 19 સપ્ટેમ્બરથી થશે આઈપીએલનો ધમાકેદાર પ્રારંભ, જુઓ અત્યાર સુધીનું પોઈન્ટ ટેબલ


Indian Premier League 2021 Points Table: આઈપીએલ-2021ના બીજા ફેઝની શરૂઆત 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં થઈ રહી છે. ટૂર્નામેન્ટ માટે તમામ ફ્રેન્ચાઇઝી ટીમ યૂએઈ પહોંચી ગઈ છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
 

IPL 2021: 19 સપ્ટેમ્બરથી થશે આઈપીએલનો ધમાકેદાર પ્રારંભ, જુઓ અત્યાર સુધીનું પોઈન્ટ ટેબલ

નવી દિલ્હીઃ Indian Premier League 2021 Points Table: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન (IPL 2021) ના પાર્ટ-2નો પ્રારંભ રવિવાર એટલે કે 19 સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટના બીજા ભાગની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલાની સાથે થવાની છે. તેવામાં તમામ ટીમોના ખેલાડીઓ યૂએઈ પહોંચી ગયા છે અને પ્રેક્ટિસ કરી રહ્યા છે. ટૂર્નામેન્ટના બીજા ભાગ બાદ ઘણા ખેલાડીઓએ પોતાના નામ પરત લઈ લીધા છે, ત્યારબાદ નવા ખેલાડીઓની પણ એન્ટ્રી થઈ છે. 

ટૂર્નામેન્ટના પ્રથમ ભાગમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. રિષભ પંતની આગેવાનીમાં ટીમને 8માંથી 6 મેચમાં જીત મળી છે. તો શ્રેયસ અય્યરની વાપસીથી ટીમ વધુ મજબૂત બની છે. તો વિરાટ કોહલીની આગેવાનીવાળી આરસીબીના પાંચ ખેલાડી વ્યક્તિગત કારણોથી ટૂર્નામેન્ટના બીજા ભાગમાં જોવા મળશે નહીં. આ કારણે ટીમે નવા ખેલાડીઓને સામેલ કર્યા છે. 

આ છે પોઈન્ટ ટેબલ
Open Photo

દિલ્હી અને ચેન્નઈ લીગ જીતવાની પ્રબળ દાવેદાર
આઈપીએલમાં દિલ્હીની ટીમે સૌથી વધુ 8 મેચ રમી છે અને તે 12 પોઈન્ટ સાથે નંબર વન છે. એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ 7માંથી 5 મેચ જીતી બીજા સ્થાને છે. ચેન્નઈની ટીમ પાસે 10 પોઈન્ટ છે. વિરાટ કોહલીની ટીમ આરસીબી 10 પોઈન્ટની સાથે ત્રીજા સ્થાને છે. નેટ રનરેટના આધારે ચેન્નઈ બેંગલુરૂ કરતા આગળ છે. આરસીબીએ 7માંથી 5 મેચ જીતી છે. 

કેકેઆર અને હૈદરાબાદે કરવી પડશે વાપસી
હૈદરાબાદની ટીમ હાલના સમયમાં સૌથી છેલ્લા સ્થાને છે. હૈદરાબાદની ટીમ માત્ર એક મેચ જીતી છે, જ્યારે કોલકત્તાએ 7 મેચમાં બે જીત મેળવી છે. પંજાબની ટીમ 8માંથી 3 મેચ જીતી છઠ્ઠા, રાજસ્થાનની ટીમ 7માંથી 3 મેચ જીતી પાંચમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 7 મેચમાં ચાર જીત સાથે ચોથા સ્થાને છે. આ બધી ટીમોનો પ્રયાસ બીજા તબક્કામાં વધુ મુકાબલા જીતવા પર હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news