અમદાવાદમાં પાડોશીએ છ વર્ષના બાળકનું કર્યું અપહરણ, અવાવરૂ જગ્યાએથી ગંભીર હાલતમાં મળી આવ્યું બાળક

અમદાવાદના સોલા વિસ્તારમાં એક પાડોશીએ છ વર્ષના બાળકનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ છોડી મુક્યો હતો. 

અમદાવાદમાં પાડોશીએ છ વર્ષના બાળકનું કર્યું અપહરણ, અવાવરૂ જગ્યાએથી ગંભીર હાલતમાં મળી આવ્યું બાળક

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં અપહરણની ઘટના બની છે. શહેરના સોલા વિસ્તારમાં બાળકના અપહરણનો મામલો સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં આવેલા પાર્કવ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા એક 6 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ આ બાળકનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ છોડી દીધો હતો. 

પ્રાપ્ત વિગત અનુસાર સોલા વિસ્તારમાં આવેલા પાર્કવ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા 6 વર્ષના બાળક જીયાંશ કાપડીયાનું તેની જ સોસાયટીમાં રહેતા રાહુલ પટેલ નામના વ્યક્તિએ અપહરણ કર્યુ હતું. ત્યારબાદ બાળકને કારની ડેકીમાં નાખી અવાવરૂ જગ્યાએ છોડી મુક્યો હતો. બાળક ગંભીર હાલતમાં મળી આવતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સોલા પોલીસે હાલ તો રાહુલ પટેલની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. શા માટે બાળકનું અપહરણ કરવામાં આવ્યું કે, તે પાછળ આરોપીનો શું ઈરાદો હતો તે તો વિગત પોલીસ તપાસ બાદ સામે આવશે. 

No description available.

No description available.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 26, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news