2011 રાષ્ટ્રીય રમતોના આયોજનમાં થયો હતો ભ્રષ્ટ્રાચાર, CBI સ્થળો પર પાડી રેડ
34મા રાષ્ટ્રીય રમતોના આયોજનમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર લઇને સીબીઆઇએ રેડ પાડી છે. કરોડો રૂપિયાના ઉપકરણ ખરીદવામાં કથિત અનિયમિતતાના સંબંધમાં ઝારખંડના પૂર્વ રમત ગમત મંત્રી બંધુ તિર્કીના આવાસ સહિત 16 સ્થળો પર રેડ પાડવામાં આવી હતી.
Trending Photos
CBI Raid on 34rth National Games Scam: 34મા રાષ્ટ્રીય રમતોના આયોજનમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર લઇને સીબીઆઇએ રેડ પાડી છે. કરોડો રૂપિયાના ઉપકરણ ખરીદવામાં કથિત અનિયમિતતાના સંબંધમાં ઝારખંડના પૂર્વ રમત ગમત મંત્રી બંધુ તિર્કીના આવાસ સહિત 16 સ્થળો પર રેડ પાડવામાં આવી હતી. સીબીઆઇએ તિર્કી ઉપરાંત જાણિતા વકીલ આર.કે. આનંદના પરિસરમાં તલાશી લીધી, જે રાષ્ટ્રીય રાજધાનીમાં રાષ્ટ્રીય રમતોની આયોજન સમિતિના કાર્યકારી અધ્યક્ષ હતા.
રાજ્યના તત્કાલિન રમત નિર્દેશક પીસી મિશ્રા, રાષ્ટ્રીય રમતોના આયોજક સચિવ મધુકાંત પાઠક, આયોજક સચિવ એચ એમ હાશમીના ત્યાં પણ તલાશી લેવામાં આવી રહી છે.
તમને જણાવી દઇએ કે આ કેસમાં 2011 માં રાષ્ટ્રીય રમતોના મુખ્ય આયોજનકર્તા આર કે આનંદ હતા. આ દરમિયાન આ આયોજનમાં લગભગ 28 કરોડના ભ્રષ્ટાચારનો દાવો કરવામાં આવ્યો હતો. પહેલાં આ કેસની તપાસ ઝારખંડની એન્ટી કરપ્શન બ્રાંચ કરી રહી હતી પરંતુ પછી તપાસ સીબીઆઇને સોંપવામાં આવી. આવક કરતાં વધુ સંપત્તિના મામલે સજા થયા બાદ તેમની વિધાનસભાની સદસ્યતા ગુમાવી ચૂકેલા બંધુ તિર્કી હાલ દિલ્હીમાં છે. જાણકારી અનુસાર સીબીઆઇએ ઝારખંડમાં 12, પટનામાં 2 અને દિલ્હી 2 જગ્યાએ રેડ પાડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે