અમદાવાદઃ કર્ણાવતી ક્લબ ખાતે કબડ્ડી સ્પર્ધા ખેલ મહાકુંભની સમાપન સેરેમની યોજાઇ, ઇનામ વિતરણ કરાયું

રાજ્ય સ્તરે યોજાયેલી આ સ્પર્ધામાં U-14 અને U-17માં પુરુષ અને મહિલાઓની વિજેતા ટીમને મેડલ સહિત ચેક વિતરણ કરાયા હતા. U-14માં પ્રથમ ક્રમે રહેનાર ટીમને રૂ.48000 અને બીજા ક્રમે આવનાર ટીમને રૂ.24000નો ચેક આપવામાં આવ્યો હતો.

અમદાવાદઃ કર્ણાવતી ક્લબ ખાતે કબડ્ડી સ્પર્ધા ખેલ મહાકુંભની સમાપન સેરેમની યોજાઇ, ઇનામ વિતરણ કરાયું

અતુલ તિવારી/અમદાવાદઃ શહેરમાં આવેલી કર્ણાવતી ક્લબ ખાતે 18 નવેમ્બરથી શરૂ થયેલી રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા ખેલ મહાકુંભની ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. રાજ્ય સ્તરે યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 4688 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. U-14 અને U-17ની રમાયેલી આ સ્પર્ધામાં 2424 ભાઈઓ અને 2264 બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઝી મીડિયાના ગ્રુપ એડિટર બ્રજેશકુમાર સિંહ અને ભારતીય નેશનલ ટીમના કબડ્ડીના કોચ કે.ભાસ્કરન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સ્તરે યોજાયેલી આ સ્પર્ધામાં U-14 અને U-17માં પુરુષ અને મહિલાઓની વિજેતા ટીમને મેડલ સહિત ચેક વિતરણ કરાયા હતા. U-14માં પ્રથમ ક્રમે રહેનાર ટીમને રૂ.48000 અને બીજા ક્રમે આવનાર ટીમને રૂ.24000નો ચેક આપવામાં આવ્યો હતો. U-17માં પ્રથમ ક્રમે રહેનાર ટીમને રૂ.72000 અને બીજા ક્રમે આવનાર ટીમને રૂ.36000નો ચેક આપવામાં આવ્યો હતો. આ ખાસ પ્રસંગે હાજર રહેલા ભારતીય નેશનલ ટીમના કોચ કે.ભાસ્કરને રાજ્ય સ્તરે આયોજિત કબડ્ડીની સ્પર્ધાને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તો સાથે તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં પ્રો કબડ્ડી જેવી સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓ રમતા જોવા મળશે. ગુજરાતના યુવા ખેલાડીઓને રમતા જોઈને તેઓએ કહ્યું કે કબડ્ડીને લઈને ગુજરાતનું આગામી દિવસમાં ભવિષ્ય ઉજ્જવળ છે.

વિજેતા ટીમોની યાદી

U-14માં વડોદરા શહેરની મહિલા ટીમને પ્રથમ ક્રમ, બનાસકાંઠા મહિલા ટીમને દ્વિતીય પુરષ્કાર

U-14માં સુરત ગ્રામ્ય પુરૂષ ટીમને પ્રથમ ક્રમાંક, પંચમહાલ ટીમ પુરુષોમાં દ્વિતીય ક્રમે રહી

U-17માં બહેનોમાં તાપીની ટીમ રહી પ્રથમ, બહેનોમાં પાટણની ટીમ રહી બીજા ક્રમાંકે

U-17 ભાઈઓમાં ભરૂચ પ્રથમ અને  વડોદરાનો બીજો ક્રમાંકે રહ્યું 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news