Cyclone Biparjoy: ગુજરાત માટે આગામી 24 કલાક ભારે! ચક્રવાતે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Cyclone Biparjoy: ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે પવન વરસાદની આગાહી કરી છે

Cyclone Biparjoy: ગુજરાત માટે આગામી 24 કલાક ભારે! ચક્રવાતે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Meteorological department forecast: અરબી સમુદ્રમાં સક્રિય બનેલ ચક્રવાત બિપોરજોય હવે પૂરઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાતના કારણે ભારે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા 6 કલાકમાં ચક્રવાત 6 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ આગળ વધી રહ્યું છે. ધીમી ગતિએ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. ચક્રવાત હાલ પોરબંદર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ કિનારેથી દરિયામાં 830 કિમી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. ચક્રવાતનું રૌદ્ર સ્વરૂપ જોતાં NDRF અને સરકારી એજન્સીઓ એલર્ટ બની છે. 

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે પવન વરસાદની આગાહી કરી છે. 12 જૂન સુધી ગોવા, કર્ણાટક, કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન તોફાની થવાની શક્યતા છે, આગામી 10 થી 14 જૂન દરમ્યાન ગુરાતના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. 10 જૂને 35 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 11 જૂને 60 કિમી પ્રતિ કલાક, 12 જૂને 65  કિમી અને 13-14 જૂને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

 આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી
અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 830 કિ.મી દૂર છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ પડશે. આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ પવનની ગતિમાં વધારો થતાં 50-60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. પાંચમાં દિવસે 70 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.

10 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયાકાંઠો તોફાની બની શકે છે. 11 થી 14 જૂને  ગુજરાતના કિનારે દરિયો વધુ તોફાની બનવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. 10 થી 15 જૂન દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. 15 જૂન સુધી માછીમારીએ દરિયામાં ન જવા સૂચના અપાઈ છે. સંપૂર્ણ ચક્રવાતનો બાહ્ય ઘેરાવો દરિયામાં 500 કીલોમીટર કરતા પણ વધુનો હોવાનું જાણવા મળી રહ્યું છે, જયારે ચક્રવાતના કેન્દ્રબિંદુ નો ઘેરાવો અંદાજે 50 કિલોમીટરનો છે. માછીમારોને દક્ષિણપૂર્વી અને નજીકના પૂર્વીમધ્ય અરબી સમુદ્રમાં ન જવા અને જે માછીમારો દરિયામાં હોય એમને પરત આવવા પણ સૂચના અપાઈ છે.  

રાજ્યના તમામ બંદરો પર બે નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. હવામાન વિભાગ અને રાજ્ય સરકાર સતત વક્રવાતની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સર્જાયું છે. આગામી 24 કલાકમાં વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે. બિપોરજોય વાવાઝોડું ક્યાં ત્રાટકશે તે હજુ નક્કી નથી. જાનહાનીની ભીતિને ધ્યાનમાં રાખીને શહેરોમાંથી મોટા હોર્ડિંગ ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે. જામનગર જિલ્લાના 22 ગામોના 76 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવા તૈયારી કરવામાં આવી છે. દ્વારકા, વેરાવળ, અમરેલીના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે.

વલસાડના દરિયામાં કરંટ
સંભવિત વાવાઝોડા બીપોરજોય ને લઈને વલસાડના તિથલ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ભરતી ભરતી શરૂ થતાં દરિયાનો મોજ 10 થી 15 ફૂટ જેટલા ઉછળી રહયા છે તો બીજી તરફ વાવાઝોડાને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ જોવા મળ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્રારા વલસાડનો સુપ્રસિધ્ધ તિથલ બીચ બંધ કરવામાં આવ્યો છે. 14 તારીખ સુધી બીચ સહેલાણીઓ માટે બીચ બંધ કરવામાં આવ્યો છે તો બીચ ઉપર આવેલી દુકાન સંચાલકોને દુકાનનો જરૂરી સામાન કાઢી લેવા સૂચના આપવામાં આવ્યું છે. તો બીજી તરફ 28 જેટલા ગામોને વહીવટી તંત્ર દ્રારા એલર્ટ આપવમાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ ટિમો બનાવી 28 ગામોના સરપંચો સાથે સંપર્કમાં રહી કોઈ ઓન પરિસ્થિતિ ને પોહચી વળવા માટે તૈયારી ધ્રુ કરી દેવમાં આવી છે. 

પોરબંદરના માછીમારોમાં ભારે ચિંતા
અરબી સમુદ્રમાં સર્જાયેલ મહાકાય બીપરજોય નામના વાવાઝોડાને લઈને પોરબંદરના માછીમારોમાં ભારે ચિંતા જોવા મળી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં નાના મોટી કુલ પાંચ હજાર જેટલી બોટો આવેલી છે. પરંતુ પાર્કિંગની જગ્યા માત્ર બારસોથી-પંદરસો બોટની જ છે.હાલમાં બંદરમાં ખીચોખીચ એકબીજી બોટને અડીને હજારોની સંખ્યામાં બોટો પાર્ક થયેલી છે આ સમયે જો વાવાઝોડાને લઈને ભારે પવન ફુંકાશે તો બોટોને મોટુ નુકસાન સહન કરવુ પડશે. 

પોરબંદર બોટ એસોસિએશન પ્રમુખ મુકેશ પાંજરીએ જણાવ્યુ હતુ કે,વર્ષોથી પોરબંદરના બંદરમાં બોટ પાર્કિંગનો પ્રશ્ન છે આ અંગે અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી છે પરંતુ આ વાવાઝોડાને પગલે જો વધુ પવન રહેશે તો બોટ માલિકોને કરોડો રુપિયાનુ નુકસના સહન કરવાનો વારો આવશે તેમ તેઓએ જણાવ્યુ હતુ. ઉલેખ્ખનીય છે કે, હાલના મોટાભાગના મોડલો પ્રમાણે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે નહી ટકરાઈ તેમ જણાવી રહ્યા છે પરંતુ ગુજરાતના દરિયાકાંઠે પવન અને વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news