છીં.. છીં... છીં! આ VIDEO જોઈ ચીતરી ચડી જશે; બાળકો દાળ-ભાત જમવા બેઠાંને થાળીમાં દેખાઈ ગરોળી....
Viral Video: નવસારીની એક પ્રાથમિક શાળામાં ભોજન લેતા વિદ્યાર્થીઓની થાળીમાં એક મૃત ગરોળી નીકળવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે. આ ઘટના બાદ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ રીતસરના ચોંકી ગયા હતા.
Trending Photos
ધવલ પારેખ/નવસારી: મધ્યાહન ભોજનમાંથી વધુ એકવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. પરંતુ આ વખતે હદ થઈ ગઈ છે. નવસારીની એક પ્રાથમિક શાળામાં ભોજન લેતા વિદ્યાર્થીઓની થાળીમાં એક મૃત ગરોળી નીકળવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે. આ ઘટના બાદ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ રીતસરના ચોંકી ગયા હતા. તેમજ આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યાં છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામે પ્રાથમિક શાળાના ભોજનમાં ગરોળી નીકળી છે. જી હા....પીપલ ગભાણ ગામની ગાંધી ફળિયાની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પીરસાયેલા ભોજનમાંથી ગરોળી નીકળતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ડઘાઈ ગયા હતા. મધ્યાહન ભોજન યોજના હેઠળ બનેલા દાળ ભાતમાં ગરોળી નીકળી છે. શાળામાં બાળકો જમવા બેઠા અને થાળીમાં ભાત ઉપર દાળ નાંખતા એમાંથી ગરોળી નીકળી હતી. પરંતુ સમય સૂચકતા વાપરી શાળાએ બાળકોને ભોજન ખાવા દીધું નહોતું.
નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં પહોંચાડવામાં મધ્યાહન ભોજન આવે છે. ત્યારે આ ઘટના બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ થતા તપાસ શરૂ કરવામાં આવી છે. જરૂરિયાતમંદ પરિવારનાં બાળકો બપોરનું ભોજન શાળામાં મેળવી શકે એ માટે વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ વર્ષોથી ભોજનની ગુણવત્તા અંગે પ્રશ્નાર્થ ઊભો થતો રહે છે.
વલસાડની સરકારી શાળાના ભોજનમાંથી જીવાત નીકળી
અગાઉ પણ વલસાડની અબ્રામા પ્રાથમિક શાળાના મધ્યાહ્ન ભોજનમાંથી જીવાત નીકળી હતી. મધ્યાહ્ન ભોજનમાં ધનેડાં અને માખી મળી આવી હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. અહીં શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે શાળામાં જ ભોજન બનાવી તેમને પીરસવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે