મુસાફરો માટે આનંદના સમાચાર, દિવાળીને ધ્યાનમાં રાખીને એસટી નિગમ વધુ 500 બસ દોડાવશે
આ સાથે એસટીએ જાહેરાત કરી કે જો 55 મુસાફરો કરતા વધુ મુસાફરો હશે તો બસ સોસાયટીમાં પણ લેવા માટે આવશે.
- રાજ્યમાં દિવાળી માટે એસ.ટી વિભાગ દ્વારા ખાસ આયોજન
- એસ.ટી વિભાગ દ્વારા વધુ 500 બસો દોડાવાશે
55થી વધુ યાત્રી હશે તો સોસાયટી પર યાત્રીને લેવામાં આવશે
Trending Photos
સુરતઃ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને સુરત એસટી નિગમે લીધેલા નિર્ણયથી શહેરીજનોની સાથે જ રત્નકલાકારોમાં ખુશી ફેલાઈ ગઈ છે. દિવાળી દરમિયાન સુરતથી સૌરાષ્ટ્ર તરફથી એકસ્ટ્રા 500 જેટલી બસ દોડવવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ ખાનગી બસ દ્વારા જે રીતે બેફામ ટિકિટ ઉઘરાણા કરવામાં આવતા પર લગામ લાગશે તેની આશા વ્યક્ત કરવામાં આવી છે. એસટી વિભાગમાં વધુ 500 બસ દોડાવવાની સાથે વધુ કેટલીક સુવિધાઓ પણ રત્નકલાકારોને આપવામાં આવી છે. જેમાં 55થી વધુ યાત્રીઓ હશે તો સોસાયટી પર યાત્રીઓને બસ લેવા આવશે. આ આયોજન દિવાળીથી લઈ લાભપાંચમ સુધીનું કરવામાં આવ્યું છે.
અમદાવાદ માટે ત્રણથી 12 નવેમ્બર સુધી અને સુરતમાં આગામી 3થી 6 નવેમ્બર સુધી સેવા ચાલુ રહેશે. ડાયમંડ નગરી સુરતમાં 40 ટકાથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ દિવાળીના પર્વ દરમિયાન માદરે વતન જતાં હોય છે. પરંતુ ખાનગી બસ ચાલકોના બેફામ ભાડા વધારા અને મનમાનીના કારણે હાલાકી ભોગવતા હોય છે. ત્યારે આ સમસ્યાના સમાધાનના ભાગરુપ જ ડાયમંડ એસોસિએશનને પણ ફરિયાદ કરવામાં આવી હતી. અંતે એસટી વિભાગે આ માગને માન્ય રાખીને બસ વધારવાનો નિર્ણય લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે