ગુજરાતની જનતાને પેટ્રોલ-ડીઝલમાં 5 રૂપિયાની રાહત, કેન્દ્ર બાદ રાજ્ય સરકારે ઘટાડ્યો ભાવ
કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ રાહતના સમાચાર આપ્યા છે.
Trending Photos
અમદાવાદ/નવી દિલ્હીઃ ઘણા લાંબા સમયથી આખરે જનતાને રાહતના સૌથી મોટા સમાચાર મળ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે રાહત આપી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારે પણ 2.50 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ગુજરાતની જનતાને પેટ્રોલ-ડીઝલમાં કુલ 5 રૂપિયાની રાહત મળશે. કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીની જાહેરાત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
નાણાપ્રધાને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં 1.50 રુપિયાનો ઘટાડો, અને ઓઈલ માર્કેટિંગ કંપનીને 1 રુપિયો ઘટાડવા જણાવ્યું છે. આ સાથે જ તમામ રાજ્યોને પણ 2.50 રુપિયો ઘટાડવાનું સૂચન કરવામાં આવ્યું હતું. એક રીતે જોવા જઈએ તો ત્રણ લેટરમાં ઘટાડો વહેંચવાનો આદેશ કરાયો છે. જો રાજ્યો પૂર્ણ સૂચન માને તો પાંચ રુપિયાનો ઘટાડો કરશે. પેટ્રોલ- ડીઝલમાં ચાલુ વર્ષનો સૌથી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક પગલાંથી દેશની જનતાએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. નાણાંપ્રધાન અરુણ જેટલીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વધતા ભાવને કાબૂમાં લેવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. અને આ માટે જ ખાસ બોર્ડની રચના કરવામાં આવી છે.
Finance Minister Sh @arunjaitley Ji has announced Rs.2.5 cuts in petrol & diesel prices, reciprocating positively to FM’s announcement, the Govt Of Gujarat has also decided to reduce Rs.2.50 on both petrol & diesel. Thus petrol & diesel wd be Rs. 5 cheaper in the State of Gujarat
— Vijay Rupani (@vijayrupanibjp) October 4, 2018
વૈશ્વિક માર્કેટ અને ભારતીય બજારમાં પણ ઉતાર-ચઢાવ આવ્યા છે. તેથી રેવન્યુ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ સાથે વાતચીત કરવામાં આવી છે. વધુમાં નાણાંપ્રધાને જણાવ્યું છે કે, અમે તેલ કંપનીઓને 10 બિલિયન ડોલર વિદેશી ઓઇલ બ્રાન્ડના માધ્યમથી ઉઠાવવાની પરવાનગી આપી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે