Kankaria Carnival : 25થી 31 ડિસેમ્બર સુધી યોજાશે રંગારંગ કાર્યક્રમ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના(CM Vijay Rupani) હસ્તે કાંકરિયા કાર્નિવલનો (Kankaria Carnival) શુભારંભ કરાશે. પ્રથમ દિવસે AMC ના રૂ.700 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ સાથે જ દરરોજ સાંજે ખ્યાતનામ કલાકારો વિવિધ કાર્યક્રમો(Programs) રજૂ કરશે.

Kankaria Carnival : 25થી 31 ડિસેમ્બર સુધી યોજાશે રંગારંગ કાર્યક્રમ

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation- AMC) દ્વારા કાંકરીયા કાર્નિવલનું (Kankaria Carnival) આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2008થી શરૂ થયેલા કાર્નિવલનું(Carnival) આ 12મું વર્ષ રહેશે. 25 ડિસેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના(CM Vijay Rupani) હસ્તે કાંકરિયા કાર્નિવલનું(Kankaria Carnival) ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ પ્રસંગે મુખ્યમંત્રી AMCના રૂ.700 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. 

વર્ષ 2008 થી શરૂ થયેલો કાંકરીયા કાર્નિવલ (Kankaria Carnival) શહેરની ઓળખ બની ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરીયા કાર્નિવલનું (Kankaria Carnival) આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હંમેશની જેમ વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલના મુખ્ય આકર્ષણોમાં જાણીતા કલાકારોના સંગીત કાર્યક્રમ, લોક નૃત્યો, ડોગ શો, હોર્સ શો, રોક બેન્ડ, હાસ્ય દરબાર, લેસર શો, પપેટ શો અને આતશબાજીનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવાઇ રહી હોવાના કારણે તેના સંદર્ભે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.

કાંકરિયા કાર્નિવલ અંગે શહેરના મેયર બીજલ પટેલે (Mayor Bijal Patel) જણાવ્યું કે, "કાંકરીયા કાર્નિવલમાં આકર્ષણનું કેન્દ્ર બનતી એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ અંગે ટૂંક સમયમાં જ સરકારની મંજૂરી મળી જવાની સંભાવના છે. ગયા જુલાઇ મહીનામાં કાંકરીયાના એમ્યુઝમેન્ટ પાર્કની વિશાળ રાઇડ તૂટી પડ્યા બાદથી આજદીન સુધી તમામ રાઇડ બંધ છે. જે બાબતે રાજ્યના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ તેમજ પોલીસ વિભાગ દ્વારા વિવિધ મંજૂરી સંબંધી પ્રક્રીયા ચાલી રહી છે. જે સોમવાર સુધીમાં પૂર્ણ થઇ જાય તેમ છે."

જુઓ વીડિયો.....

ઉલ્લેખનીય છે કે, 7 દિવસ સુધી ચાલતા કાર્નિવલમાં અંદાજે 22 થી 25 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. જેને લઇને મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ તંત્રએ સુરક્ષા સંબંધી પણ તમામ વ્યવસ્થા કરી દીધી છે. છેલ્લા બે વર્ષથી સુરક્ષાના નામે પોલીસ દ્વારા કરવામાં આવતા બંદોબસ્તના અતિરેકને લઇને પણ ભાજપી શાષકોએ સરકારમાં ગંભીર રીતે રજૂઆત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news