પહેલા દિવસે જ TamilRockers પર લીક થઈ Salman Khanની Dabangg 3

સલમાન ખાન (Salman Khan) સ્ટારર ‘દબંગ 3’ (Dabangg 3) 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ અને તે જ દિવસે ઓનલાઇન લીક પણ થઇ ગઈ. રિપોર્ટ્સ મુજબ, તમિળ રોકર્સ પર આ ફિલ્મ લીક થઇ છે જેના પર અગાઉ ‘હાઉસફુલ 4’, ‘બાલા’, ‘સાહો’ જેવી ઘણી ફિલ્મો લીક થઇ ચૂકી છે. 

પહેલા દિવસે જ TamilRockers પર લીક થઈ Salman Khanની Dabangg 3

મુંબઈ : સલમાન ખાન (Salman Khan) સ્ટારર ‘દબંગ 3’ (Dabangg 3) 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ અને તે જ દિવસે ઓનલાઇન લીક પણ થઇ ગઈ. રિપોર્ટ્સ મુજબ, તમિળ રોકર્સ પર આ ફિલ્મ લીક થઇ છે જેના પર અગાઉ ‘હાઉસફુલ 4’, ‘બાલા’, ‘સાહો’ જેવી ઘણી ફિલ્મો લીક થઇ ચૂકી છે. એક બાજુ જ્યાં દેશમાં સીએએ (સિટિઝનશિપ અમેન્ડમન્ટ એક્ટ) અને એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ)ને લઈને ચાલી રહેલ વિરોધ અને પ્રદર્શનને કારણે ફિલ્મની કમાણીને અસર થઇ રહી છે ત્યારે ઓનલાઇન લીક થવાને કારણે પણ ફિલ્મની કમાણી પ્રભાવિત થશે. જોકે, ફિલ્મની ટીમ લીક કરનાર વેબસાઈટ વિરુદ્ધ લીગલ એક્શન લઇ શકે છે.

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ દબંગ 3 (Dabangg 3) 20 ડિસેમ્બરના દિવસે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મની કમાણીના પહેલા દિવસના આંકડા પણ સામે આવ્યા છે. આ ફિલ્મમાં સલમાન સિવાય સોનાક્ષી સિંહા, ડિમ્પલ કાપડિયા, સઇ માંજરેકર, અરબાઝ ખાન તેમજ સુદીપ કિચ્ચા પણ મહત્વના રોલમાં છે. પ્રભુદેવાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મનું ઓપનિંગ કલેક્શન જોયા પછી લાગે છે કે લોકોને આ ફિલ્મ બહુ પસંદ પડી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયા પર આપવામાં આવેલ માહિતી પ્રમાણે આ ફિલ્મે આપનિંગદ ડેના દિવસે 30 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી છે.

પ્રભુદેવાના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ બિલકુલ નબળી લાગતી અને એકસરખા પ્રવાહથી આગળ વધે છે. ફિલ્મના ગીતો તો રિલીઝ પહેલાં જ લોકપ્રિય થઈ ગયા છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો વાર્તાની શરૂઆતમાં ચુલબુલ પાંડે એક લગ્નમાં લૂંટાયેલા સોનાના ઘરેણાં ગુંડાઓ પાસેથી પરત લઈ આવે છે. આ કેસને ઉકેલતા ચુલબુલનો સામનો ખૂંખાર માફિયા ડોન બાલી (કિચ્ચા સુદીપ) સાથે થાય છે. આ મુલાકાત પછી ચુલબુલને ભૂતકાળના પોતાના તમામ ઝખમ આવી જાય છે, જે હજુ ભરાયા નથી. બાલી જ તે નરાધમ છે જેણે ભૂતકાળમાં ચુલબુલ પાસેથી બધું છીનવી લીધું હતું. હવે જ્યારે બાલી ફરી એકવાર ચુલબુલની જિંદગીમાં તબાહી લાવવા માગે છે ત્યારે ચુલબુલ બરાબર લડત આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news