ગુજરાત ભાજપમાં કોકડું ગૂંચવાયું! સુકાન કોને સોંપવુ તે નક્કી કરવા દિલ્હીથી આવશે એક નેતા

Gujarat Politics : ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખોના નામ જાહેર થવામાં વિલંબ... હજુ દિલ્હીથી લીલી ઝંડી ન મળતા નામ જાહેર થવાના બાકી... રવિવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આવશે ગુજરાત પ્રવાસે.. બાદમાં થઈ શકે જાહેરાત...
 

ગુજરાત ભાજપમાં કોકડું ગૂંચવાયું! સુકાન કોને સોંપવુ તે નક્કી કરવા દિલ્હીથી આવશે એક નેતા

Gandhinagar News : કમુરતા બાદ ગુજરાત ભાજપમાં ભાજપ જિલ્લા અને શહેર પ્રમુખના નામોની જાહેર થશે. તેમજ ભાજપના નવા સુકાનીની પણ જાહેરાત થવાની છે તેવું ચર્ચાયું હતું. પરંતું હવે આ જાહેરાત થવામાં વિલંબ થઈ રહ્યો છે. શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખોની નિયુક્તિઓની પ્રક્રિયામાં કોકડું ગુંચવાયું છે. શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખો ના નામો જાહેર થવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે. ઉમેદવારી ફોર્મ ભરાયાના એક અઠવાડિયાથી વધુ સમય બાદ પણ હજુ પણ નામો જાહેર થવાના બાકી છે. જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોના નામો અંગે દિલ્હીથી લીલી ઝંડીની રાહ જોવાય રહી છે. સંગઠનની નિયુક્તિ પ્રક્રિયાના વિલંબ વચ્ચે રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતમાં આવશે, તે બાદ જ જાહેરાત થવાની શક્યતા છે. 

ગુજરાત ભાજપમાં ૩૪ જિલ્લા અને ૧૭ મહાનગરોના પ્રમુખોનું કોકડું ગુંચવાયુ છે. ગમે ત્યારે નામની જાહેરાત થશે તેવું આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાલમાં જ ગુજરાત પ્રવાસે હતા, ત્યારે શક્યતા હતી કે નામોની જાહેરાત કરવામાં આવે. પરંતુ હવે શાહ બાદ ભાજપના રાજકીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવશે. પ્રમુખપદના લટકી રહેલા ગાજર વચ્ચે ભાજપ અધ્યક્ષ રવિવારે ગુજરાતમાં હોવાથી હવે મનોમંથન બાદ જ જાહેરાત થશે તેવું લાગી રહ્યું છે. 

તો બીજી તરફ, ગુજરાત પ્રદેશ પ્રમુખની પસંદગી માટે જેને જવાબદારી સોંપવામાં આવી આવી છે છે તે તે કેન્દ્રીય કે નીરીક્ષક ભૂપેન્દ્ર યાદવનો પ્રવાસ પાછળ ઠેલાયો છે. આ જોતાં પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં કરી વિલંબ સર્જાયો છે. ભૂપેન્દ્ર યાદવ તા.૧૬-૧૭મીએ ગુજરાત આવવાના હતા પણ તેમના પ્રવાસ પાછળ ઠેલાયો છે. ત્યારે ગુજરાત ભાજપમાં ૩૪ જિલ્લા અને ૧૭ મહાનગરોના પ્રમુખોનું કોકડું ઉકેલાયું નથી તેવું સ્પષ્ટ દેખાય છે. 

આમ, ભાજપમાં વિવિધ બદલાવ આવી રહ્યાં હોવાથી ભાજપના આંતરીક વર્તુળોમાં રાજકારણ કૌતુહલવશ ગરમાયું છે. કહેવાય છે કે, જિલ્લા પ્રમુખો પહેલા પ્રદેશના પ્રમુખ પણ જાહેર થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news