રાજકોટમાં સોસાયટીઓની બહાર આંટા મારે છે સિંહો, રહેણાંક વિસ્તારમાં સિંહોએ સામ્રાજ્ય જમાવ્યું

દિવસે દિવસે સિંહો શહેરી વિસ્તારમાં આવી રહ્યા છે અને શહેરની આસપાસમાં ધામા નાંખી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના રહેણાંક વિસ્તારની સોસાયટી સુધી સિંહો (lions) આવી પહોંચ્યા છે. જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ યોગીનગર સોસાયટી પાસે આવેલ તેઝાકાળા 3 ની નંદનવન સોસાયટી પાસે રાત્રિના 3 સિંહોએ ધામા નાંખ્યા હતા અને રાત્રિ દરમ્યાન 3 પશુનું મારણ કર્યું હતું.
રાજકોટમાં સોસાયટીઓની બહાર આંટા મારે છે સિંહો, રહેણાંક વિસ્તારમાં સિંહોએ સામ્રાજ્ય જમાવ્યું

નરેશ ભાલિયા/જેતપુર :દિવસે દિવસે સિંહો શહેરી વિસ્તારમાં આવી રહ્યા છે અને શહેરની આસપાસમાં ધામા નાંખી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના રહેણાંક વિસ્તારની સોસાયટી સુધી સિંહો (lions) આવી પહોંચ્યા છે. જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ યોગીનગર સોસાયટી પાસે આવેલ તેઝાકાળા 3 ની નંદનવન સોસાયટી પાસે રાત્રિના 3 સિંહોએ ધામા નાંખ્યા હતા અને રાત્રિ દરમ્યાન 3 પશુનું મારણ કર્યું હતું.

જેતપુરમાં આવી ચઢેલા સિંહોએ વિસ્તારની 2 ગાય અને 1 વાછરડીનું મારણ કર્યું હતું. રાત્રિ દરમિયાન સિંહના આંટાફેરાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. રાત્રિ દરમિયાન આવેલ સિંહોને કારણે સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા છે. રાત્રિ દરમિયાન ઘરની બહાર નીકળવુ કે નહિ તેના વિચારમાં તેઓ પડ્યા છે. સિંહો હવે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામડામાં ખેતરોના સીમ વિસ્તાર છોડીને હવે શહેરના રહેણાંક વિસ્તારમાં આવી રહ્યાં છે.

રહેણાંક વિસ્તારમાં સિંહ આવી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને રાત્રી દરમિયાન લોકો પોતાના દૈનિક કાર્ય કરવામાં પણ મોટી બીક લાગી રહી છે અને રાત્રિ દરમિયાન સ્થાનિક રહેવાસીઓ બહાર નીકળતા પણ ડરના માહોલમાં જીવી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા સિંહને લઈને સરકાર અને વનવિભાગને રજુઆત કરવામાં આવી છે અને માંગ કરી છે કે, સિંહોને તાત્કાલિક તેના કુદરતી રહેઠાણ એવા ગીર જગલમાં ખસેડવાની માંગ કરી છે તેવુ નંદનવન સોસાયટીના સ્થાનિક રમેશભાઈ માવાણીએ જણાવ્યું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news