જામનગરમાં હચમચાવી નાંખે તેવા દ્રશ્યો! 15 ઈંચ વરસાદનો તબાહીનો VIDEO, આખું શહેર પાણીમાં ગરકાવ

જામનગર 28 ઓગસ્ટ હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 28 ઓગસ્ટ સવારના 6:00 વાગ્યા સુધીમાં કંટ્રોલરૂમના આંકડા અનુસાર જામનગર જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

જામનગરમાં હચમચાવી નાંખે તેવા દ્રશ્યો! 15 ઈંચ વરસાદનો તબાહીનો VIDEO, આખું શહેર પાણીમાં ગરકાવ

Jamnagar Heavy Rains: જામનગરમાં ભારે વરસાદની સ્થિતિને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા રિલિફ અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર 28 ઓગસ્ટ હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 27 ઓગસ્ટના સવારના 6:00 વાગ્યાથી 28 ઓગસ્ટ સવારના 6:00 વાગ્યા સુધીમાં કંટ્રોલરૂમના આંકડા અનુસાર જામનગર જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

જેમાં સૌથી વધુ જામનગર તાલુકામાં 15 ઇંચ જ્યારે જોડિયા તાલુકામાં 6 ઇંચ, ધ્રોલ તાલુકામાં 7 ઇંચ, કાલાવડ તાલુકામાં 11 ઈંચ, લાલપુર તાલુકામાં 12 ઇંચ, જામજોધપુર તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં સરેરાશ કુલ 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામજોધપૂરમાં 47 ઇંચ કરતા પણ વધુ વરસાદ જ્યારે જામનગર તાલુકામાં 40 ઇંચ, જોડિયા તાલુકામાં 39 ઇંચ, ધ્રોલ તાલુકામાં 26 ઇંચ, કાલાવડ તાલુકામાં 46 ઈંચ, લાલપુર તાલુકામાં 37ઇંચ વરસાદ નોંધાયો છે.

— Collector Jamnagar (@CollectorJamngr) August 28, 2024

જિલ્લા કલેકટર બી. કે.પંડયાએ જિલ્લામાં હાલની સ્થિતિને લઈને જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીને લઈને માહિતી આપી હતી. જામનગર જિલ્લાના લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે તંત્રને અંદાજે ૩૦ જેટલી સંસ્થાઓ મદદરૂપ થશે. કલેકટરશ્રી બી.કે. પંડયાએ જામનગરની વિવિધ NGO સાથે બેઠક યોજી હતી.  જામનગર જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો વિવિધ સંસ્થાઓ દ્વારા અત્યાર સુધી અંદાજે ૭૦૦૦ જેટલા ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. 

  • જામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતને લઈને જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર 
  • જિલ્લાના લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે તંત્રને મદદરૂપ થશે અંદાજે ૩૦ જેટલી સંસ્થાઓ
  • કલેકટર બી.કે. પંડયાએ જામનગરની વિવિધ NGO સાથે બેઠક યોજી
  • લેકટર બી.કે. પંડયાએ જામનગરની વિવિધ NGO સાથે બેઠક યોજી 
  • સાંજ સુધીમાં જરૂર પડ્યે ૫૦ હજાર જેટલા ફૂડપેકેટ તૈયાર કરવામાં આવશે: કલેકટર

જામનગર જિલ્લાના ફુલઝર કોબા ડેમ, ઊંડ- 2 ડેમ, વેણુ- 1 ડેમ, ફ્લલા ડેમ ઓવરફ્લો થયા છે. કોટડા બાવીસી ગામ ખાતે આવેલ ફુલઝર કોબા ડેમના 10 ગેટ 7 ફૂટ જેટલા ખોલવામાં આવેલ છે.  જામજોધપુરમાં વનાણા ગામે વેણુ- 1 ડેમ ઓવરફ્લો થતાં ગ્રામજનોને ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત નીચાણ વાળા ગામો જેવા કે કોટડા બાવીસી, સીદસર, ગીંગણી, સીદસર, વનાણા, હડીયાણાના ગ્રામજનોને નદી કિનારે અવર જવર ના કરવા માટે અને ઘરની બહાર ના નીકળવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news