જામનગર DRIએ 2 કરોડથી વધુ કિંમતનો વિદેશી સિગારેટનો જથ્થો કર્યો જપ્ત

રાજકોટમાં રેડ પાડીને ઉમેશ પૂજારા નામના વ્યક્તિને ઝડપી લેતી જામનગર DRI
 

જામનગર DRIએ 2 કરોડથી વધુ કિંમતનો વિદેશી સિગારેટનો જથ્થો કર્યો જપ્ત

મુસ્તાક દલ/જામનગરઃ જામનગર DRI દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવતાં રાજકોટમાં રૂ.2 કરોડથી વધુ કિંમતનો વિદેશી સિગારેટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં DRI દ્વારા ઉમેશ પૂજારા નામના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. 

જામનગર DRIએ મળેલી બાતમીના આધારે રાજકોટમાં ઉમેશ પૂજારા નામની વ્યક્તિના ત્યાં ગુરૂવારે રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન ઉમેશ પૂજારાને ત્યાંથી 14.50 લાખ નંગ વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. ઉમેશ પૂજારાની આ અંગે પુછપરછ કરતાં તે વધુ ખુલાસો કરી શક્યો ન હતો. DRIના મુજબ આ વિદેશી સિગારેટની કિંમત રૂ.2 કરોડથી વધુની થવા જાય છે. 

જામનગર DRIએ આટલી મોટી કિંમતનો અને આટલા મોટા પ્રમાણમાં વિદેશી સિગારેટનો જથ્થ ધરાવનારા ઉમેશ પૂજારાને પુછપરછ માટે ગુરૂવારે અટકમાં લીધો હતો. જેને જામનગર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news