POK પણ અમારુ, પાક. સંયુક્ત રાષ્ટ્રમાં જઇને શું કરી લેશે? વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે શઉક્રવારે કહ્યું કે, ભારત જોશે કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના મંચ પર કઇ રીતે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે, આપણી મજબુત તૈયારી છે

POK પણ અમારુ, પાક. સંયુક્ત રાષ્ટ્રમાં જઇને શું કરી લેશે? વિદેશ મંત્રાલય

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) માં કલમ 370 અને 35 એ નિષ્પ્રભાવી કરવામાં આવ્યા બાદથી પાકિસ્તાન (Pakistan) સતત ભારતની છબિ ખરાબ કરવાનાં પ્રયાસો કરી રહ્યું છે. જે અંગે ભારતનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમાર (Ravish kumar) એ શુક્રવારે કહ્યું કે, ભારત જોશે કે પાકિસ્તાન (Pakistan) સંયુક્ત રાષ્ટ્રના મંચ પર કેવા પ્રકારે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે. અમારી મજબુત તૈયારી છે. રવીશ કુમારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મુદ્દો છે તો તે પણ ભારતનો અભિન્ન અંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાનો નિર્ણય લીધો છે.

જમ્મુ કાશ્મીર: થાળે પડતું જનજીવન, શાળા-કોલેજો શરૂ, નેટમાં આશિક છુટછાટ 
રવિશ કુમારે જણાવ્યું કે, પાકિસ્તાનમાં ફરજંદ ભારતનાં ઉચ્ચાયુક્ત અજય બિસારીયા હાલ દિલ્હી નથી આ્યા. અમે હાલ પાકિસ્તાનને આ અંગે ફેરવિચાર કરવા માટે જણઆવ્યું છે, જેતી હજી તેમની વાપસી નિશ્ચિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરનાં મુદ્દે નારાજગી વ્યક્ત કરવા માટે પાકિસ્તાને ભારતનાં હાઇકમિશ્નરને ઇસ્લામાબાદ છોડવા જણાવ્યું છે. પાકિસ્તાન દ્વારા ભારત સાથે વ્યાપારીક સંબંધો ખતમ કરવા અને સમજોતા એક્સપ્રેસનું સંચાલન બંધ કરવાનાં સવાલ અંગે રવીશ કુમારે કહ્યું કે, આ બંન્ને નિર્ણયો એકતરફી લેવાયા છે. આ નિર્ણય લેતા પહેલા પાકિસ્તાન તરફથી કોઇ જ વાતચીત કરવામાં આવી નથી.

માનવતા મરી પરવારી... બાઈક સાથે યુવક નદીમાં ડૂબી ગયો, લોકો VIDEO બનાવવામાં મશગૂલ 
પાકિસ્તાન તરફતી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે તેને એલાર્મિંગ સિચુએશન બનાવવાની છે. પાકિસ્તાન નર્વસ છે, તેમને લાગે છે કે ભારતનાં આ પગલાથી આતંકવાદને સમર્થન નહી કરી શકે. જ્યાં સુથી કલમ 370 હટાવવાની વાત છે તે ભારતનો આંતરિક મુદ્દો છે. અમે સ્થિતી વિશ્વનાં અનેક દેશો સાથે સ્થિતી સ્પષ્ટ કરી છે. અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોને સંપુર્ણ માહિતી અપાઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news