યુવતીએ ધરાર પ્રેમ સબંધ રાખવાની ના પાડી; ઉશ્કેરાયેલા યુવકે છરીના ઘા ઝીકયાં, લોહી લુહાણ હાલતમાં...

'તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો છે કે કેમ' એમ કહી રોમિયોએ હુમલો કર્યો હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ છે. આ બનાવના પગલે યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી માથાના ભાગે પાંચ ટાકા સહિતની સારવાર લઈ તબીબોએ ભયમુક્ત કરી હતી.

યુવતીએ ધરાર પ્રેમ સબંધ રાખવાની ના પાડી; ઉશ્કેરાયેલા યુવકે છરીના ઘા ઝીકયાં, લોહી લુહાણ હાલતમાં...

મુસ્તાક દલ/જામનગર: શહેરના રામેશ્વર નગર પાછળ વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી ઉપર અજય સરવૈયા નામના કોળી શખ્સ છરી વડે જીવલેણ હુમલો કરતા યુવતીને લોહી લુહાણ હાલતમાં જી.જી હોસ્પિટલ ખાતે સારવાર લેવાનો વારો આવ્યો હતો. 

બનાવની વિગત મુજબ શહેરના રામેશ્વરનગર પાછળ આવેલ વિનાયક પાર્ક પાસે રહેતી દેવાશી મનોજભાઈ પરમાર નામની ઓગણીસ વર્ષીય યુવતિ ઉપર તે જ વિસ્તારમાં રહેતો અજય કોળી નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી યુવતિને હેરાન- પરેશાન કરી માનસિક ત્રાસ આપી પરાણે પ્રેમ સંબધ રાખવા દબાણ કરતો હતો. તેવામાં દેવાશી પરમાર પોતાની ફઈની દિકરી સાથે ટ્યુશન કલાસમાં જતી વેળાએ અજય કોળી નામના લુખ્ખાએ મનફાવે તેવી ગાળો આપી નેફામાંથી છરી કાઢી યુવતીને કપાળના ભાગે એક ઘા મારી નાશી છૂટ્યો હતો.

લુખ્ખાના અચાનક હુમલાથી નાસભાગ મચી ગઈ હતી અને યુવતિ લોહીલુહાણ હાલતમાં ત્યાજ પડી ગઈ હતી. આથી પરીવારને જાણ કરી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા તેને ચારથી પાંચટાકા લેવાનો વારો આવ્યો હતો.

બનાવની જાણ ના પગલે સીટી-બી ડિવિઝન પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઈ યુવતીની ફરિયાદ પરથી અજય સરવૈયા નામના કોળી શખ્સ વિરુદ્ધ IPC કલમ-354, 324, 323, 504, તથા જી.પી.એકટ કલમ-135(1) મુજબ ગુનોં નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ યુવતી ઉપર લુખ્ખાના હુમલાને લઈ શહેરભરમાં સારી એવી ચર્ચા જાગી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news